ગુરૂવારે ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી .બપોરબાદ મેઘમહેર થતાં સિહોરમાં ધોધમાર બે અને પાલીતાણામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.ઘોઘામાં પોણો, ભાવનગર શહેરમાં અર્ધો , ઉમરાળામાં પા ઈંચ વરસાદ પડયો .તળાજા, મહુવા,જેસર અને ગારિયાધારમાં ઝાપટા પડ્યા હતા. વલભીપુરમાં વરસાદે વિરામ લીધો હતો.
સિહોરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં કાળા વાદળો ગોરંભાયા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.સિહોરમાં ચાર કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.સિહોરમાં આ સીઝનમાં કુલ ૨૭ ઈંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેરમાં ગુરૂવારે બપોરના સમયે પહેલા મધ્યમ અને બાદમાં ધોધમાર વરસાદ અર્ધો કલાક પડ્યો હતો.આથી શહેરમાં ૧૩ મિમી. ઍટલે કે અર્ધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. પાલીતાણામાં પણ એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. અત્રે ૨૩ મી.મી. વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.
જ્યારે ઘોધામાં ૧૮ મી.મી. એટલે કે પોણો ઈંચ વરસાદ પડયો હતો.ઉમરાળામાં પા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.મહુવા ,તળાજા,જેસર અને ગારિયાધારમાં પણ હળવા ,ભારે ઝાપટા વરસી ગયા હતા.વલભીપુરમાં વરસાદે વિરામ લીધો હતો.ગુરૂવારે બપોર બાદ થી મોડી રાત સુધીમાં જેસર માં ૫, તળાજામાં ૩,મહુવામાં ૩,સિહોરમાં ૪૫, ભાવનગરમાં ૧૩,ઘોઘામાં ૧૮,ઉમરાળામાં ૯, ગારિયાધારમાં ૨,પાલિતાણામાં ૨૩ મી.મી. વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોરેન્સ બિશ્નોઈને મોકલું? : સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી
September 19, 2024 06:30 PMઝાંસીના ખેડૂત માટે વરસાદ બન્યો આફત, જિલ્લા પ્રશાસને આપી મોટી રાહત
September 19, 2024 06:25 PMઘર, પૈસા, કપડાં,અનાજ બધું સળગાવી દીધું, હવે કેવી રીતે જીવીશું? નવાદા આગ પીડિતોએ ઠાલવી વ્યથા
September 19, 2024 06:17 PMચેતી જજો...બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત સર્જાવાની સંભાવના, આ વિસ્તારોમાં થશે અસર
September 19, 2024 06:12 PMહવે ગૂગલ ખોલી નાખશે સિક્રેટ, જણાવી દેશે કે તમારો ફોટો AI જનરેટેડ છે કે રિયલ
September 19, 2024 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech