રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ લીધે મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બન્યું છે. વડોદરામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતા રાજ્ય સરકારે બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વાકર્માને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા મોકલ્યા છે.
આ બંને મંત્રી વડોદરામાં ભારે વરસાદના પગલે થયેલા નુકસાન અને રાહત કામગીરીની જાણકારી મેળવશે. મંત્રીઓ વડોદરાના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેવાના છે. તેમજ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના ધારાસભ્યો સાથે બેઠક પણ કરશે.
કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે, વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીમાં ઠલવાય છે પણ અત્યારે ઢાઢર નદી જ બે કાંઠે હોવાના કારણે વિશ્વામિત્રી નદીના પાણીનો ઢાઢરમાં નિકાલ થઈ રહ્યો નથી. જેના કારણે શહેરમાં વિશ્વામિત્રીના પાણીનો કહેર યથાવત્ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પહેલેથી જ પાણીમાં ગરકાવ વિસ્તારોમાં વિશ્વામિત્રીના પાણી માંજલપુર, અટલાદરા, જુના પાદરા રોડ, જેતલપુર રોડ, વાસણા, હરીનગર-ગોત્રી જેવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. આ વિસ્તારોના લોકો કશું સમજે તે પહેલા ઘરોમાં પાણી પ્રવેશવા માંડ્યા હતા. અહીંયા રહેતા લોકોનું કહેવું છે કે, વિશ્વામિત્રીના પાણી આ વિસ્તારોમાં પહેલી વખત જોવા મળ્યાં છે.
વડોદરાનો 50 ટકા વિસ્તાર વિશ્વામિત્રીના પૂરના પાણી હેઠળ છે ત્યારે આજવામાથી પાણી છોડવાનુ બંધ કરવામાં આવ્યું છે.જોકે ચિંતાજનક વાત એ છે કે, આખી રાત આજવાની સપાટીમાં ધીમો પણ મકક્મ વધારો થયો છે. આજવામાંથી પાણી છોડવાનું બંધ કરાયું ત્યારે આજવાની સપાટી 213.65 ફૂટ હતી.
કોર્પોરેશનના સૂત્રોનુ કહેવું છે કે, આજવાના દરવાજા 213.80 ફૂટ પર હાલમાં તો સેટ કરાયા છે અને જો નિર્ણયમાં કોઈ ફેરફાર ના કરવામાં આવે તો 213.80 ફૂટ બાદ આજવાનું પાણી ફરી વિશ્વામિત્રીમાં ઠલવાશે.
વિશ્વામિત્રીના પૂરના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ વીજ પુરવઠાની સ્થિતિ વધારે વણસી છે. કારણકે વધુ કેટલાક વિસ્તારોમાં સુરક્ષા ખાતર મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કરી દીધો છે. અંદાજીત અત્યારે વડોદરાના સાત લાખથી વધુ લોકો અંધારપટમાં જીવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech