વિખ્યાત રોક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી ૨૫–૨૬ જાન્યુઆરીના દિવસે અમદાવાદ ખાતે યોજાશે. આ કોન્સર્ટ માટે દેશ–વિદેશના રોક મ્યુઝિકના ફેન્સ અમદાવાદપહોંચશે. જેના કારણે ખાસ કરીને મુંબઈ, બેંગલુરૂ, હૈદરાબાદથી અમદાવાદ આવવા માટેના વિમાની ભાડામાં ભારે વધારો થયો છે. મુંબઈથી અમદાવાદની અનેક ટ્રેનમાં પણ ૩૦૦થી વધુનું વેઇટિંગ છે.
સામાન્ય દિવસોમાં મુંબઈ–અમદાવાદનું વન–વે એરફેર ૨૮૦૦ પિયાની આસપાસ હોય છે. પરંતુ, ૨૫ જાન્યુઆરીના દિવસે, યારે કોલ્ડપ્લેનો કોન્સર્ટ છે ત્યારે વન–વે એરફેર પિયા ૧૦,૮૦૦ થી ૨૨ હજાર રૂપિયા પહોંચી ગયું છે. અમદાવાદ આવવા માટે ટ્રેનની ટિકિટ માટે પણ ભારે પડાપડી થઈ રહી છે. ૨૬ જાન્યુઆરીએ વંદે ભારતમાં ૩૪૫, શતાબ્દી એકસપ્રેસમાં ૨૮૬, તેજસ એકસપ્રેસમાં ૮૮, કર્ણાવતી એકસપ્રેસમાં ૧૧૮ અને ડબલ ડેકરમાં ૧૨૭ જેટલું વેઇટિંગ છે.
ભારે ઘસારાને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ દ્રારા બે સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ–બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૪ જાન્યુઆરીએ રાત્રે ૮ વાગ્યે અમદાવાદથી રવાના થઈને સવારે ૪:૨૦ વાગ્યે બાન્દ્રા પહોંચશે. આ જ પ્રકારે બાન્દ્રા ટર્મિનસ–અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૫ જાન્યુઆરીએ બાન્દ્રા ટર્મિનસથી સવારે ૫:૩૫ વાગ્યે રવાના થઈને એ જ દિવસે બપોરે ૧:૪૫ વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ જ પ્રકારે દિલ્હી–અમદાવાદનું વન–વે એરફરે જે સામાન્ય દિવસોમાં પિયા ૪,૪૦૦ની આસપાસ હોય છે, તે કોલ્ડપ્લેના દિવસે વધીને ૧૫ હજારથી ૨૬ હજાર પિયા થઈ ગયું છે. ટ્રેનમાં ભારે વેઇટિંગ અને તોતિંગ એરફેરના કારણે અનેક લોકો પોતાનું વાહન કરીને અમદાવાદ પહોંચે તેવી સંભાવના છે. કોલ્ડપ્લેના કારણે મોટેરા સ્ટેડિયમ આસપાસ આવેલી નાની–મોટી હોટેલના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech