રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા એરલાઇન્સ કંપ્નીઓને હવે લેન્ડિંગ અને રૂટ નેવિગેશન ચાર્જમાં રાહત મળશે. જેના માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખાસ વિશેષ ઓફર મુકવામાં આવી છે.
હીરાસર એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આગામી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે જોકે હાલમાં મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને દિવાળી બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેટ થશે તેવું જાણવા મળી રહ્યું છે.
હાલમાં રાજકોટ ખાતેથી એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ કાર્યરત છે. આ બંને એરલાઇન કંપ્નીઓની દિલ્હી, મુંબઈ ,ગોવા, બેંગ્લોર હૈદરાબાદ, અમદાવાદની ફલાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં એરક્રાફ્ટના વજન પર ઓથોરિટી દ્વારા ચાર્જ લેવામાં આવતો હોય છે. જ્યારે આર એન એફ સી.એટલે કે રૂટ નેવિગેશન ફેસીલીટીનો ચાર્જ પેસેન્જરોની ક્ષમતા મુજબ લેવામાં આવતા હોય છે.
ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ ના ભાવમાં તફાવત હોય છે. એમાં એટીઆરનું લેન્ડિંગ ફ્રીમાં થતું હોય છે. બાકી અલગ અલગ વીમાનોના વજન મુજબ તેનો ચાર્જ વસુલાતો હોય છે.
હવે એરપોર્ટ ઓથોરિટી એરલાઇન કંપ્નીઓને આકર્ષવા માટે ખાસ કરીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ વહેલી તકે શરૂ થાય તે માટે એક પ્રોત્સાહક યોજના શરૂ કરવાની દરખાસ્ત મૂકી છે. જે અંતર્ગત ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટ માટે આગામી ત્રણ વર્ષના સમય માટે લેન્ડિંગ ચાર્જ અને રૂટ નેવિગેશન ફેસિલિટી ચાર્જમાં ખાસ ઓફર આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech