LoC પર વર્ષો પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મિટિંગ, 75 મિનિટ સુધી બેઠક ચાલી, જાણો શું ચર્ચા થઈ?

  • February 21, 2025 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મિટિંગ થઈ હતી. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર સરહદ પારથી ગોળીબાર અને IED હુમલાની તાજેતરની અનેક ઘટનાઓ બાદ તણાવ ઘટાડવા માટે વાતચીત કરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને દેશો વચ્ચેની ફ્લેગ મિટિંગ લગભગ 75 મિનિટ સુધી ચાલી હતી. છેલ્લા ઘણા અઠવાડિયાથી નિયંત્રણ રેખા પર તણાવ છે, ત્યારબાદ આ બેઠક થઈ.


બેઠકમાં 2021થી નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામ જાળવી રાખવા, નિયંત્રણ રેખાને તણાવમુક્ત બનાવવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરીને સર્વસંમતિ સધાઈ હતી. ભારત વતી, પૂંછ બ્રિગેડના કમાન્ડર અને પાકિસ્તાની સેનાના બે પાકિસ્તાની બ્રિગેડના કમાન્ડરોએ ફ્લેગ મિટિંગમાં ભાગ લીધો હતો.


છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ ફ્લેગ મિટિંગ થઈ નથી. છેલ્લી ફ્લેગ મીટિંગ વર્ષ 2021માં યોજાઈ હતી. પાકિસ્તાન સરહદ પર સતત નાપાક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ૧૧ ફેબ્રુઆરીના રોજ, જમ્મુ જિલ્લામાં નિયંત્રણ રેખાના અખનૂર સેક્ટરમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે સૈનિકો શહીદ થયા હતા.


LOC પર બની રહેલી ઘટનાઓએ ચિંતા વધારી 
પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તણાવ વધારવા માટે સતત કાવતરાં ઘડી રહ્યું છે. તાજેતરના સમયમાં, નિયંત્રણ રેખા પર મોટાપાયે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું છે. બુધવારે, રાજૌરીમાં નિયંત્રણ રેખા પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો. પાકિસ્તાનના આ નાપાક કૃત્યનો ભારતે પણ જવાબ આપ્યો. આ પહેલા પૂંછ સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આનો યોગ્ય જવાબ આપ્યો.


સેના નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે
ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ કાવતરાં ઘડે છે. પરંતુ બહાદુર ભારતીય સૈનિકો દર વખતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપે છે અને તેને દર વખતે હારનો સામનો કરવો પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application