આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકોમાં મતદાન વિશેની જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેના ભાગરૂપે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આજે પ્રાચીથી ઉના, અને કોડીનારથી દીવ સુધીના સુધીના વિવિધ મતવિસ્તારોમાં મેરેોન મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વ આજે સવારી માંડીને સાંજ સુધી પ્રાચીથી પ્રાંસલી, ઉના, કોડીનાર અને દીવ સુધીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન જાગૃતિના બેનર્સ સોની પગપાળા મતદાર જાગૃતિ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીએ મહિલા શક્તિ આ ચૂંટણીમાં મતદાન કરવા આગળ આવી વધુને વધુ મતદાન કરે તે માટે અપીલ કરી હતી. તેમણે ચૂંટણીમાં એક વોટની પણ કેટલી કિંમત હોય છે તે વિશે જણાવી લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિકો કોઈ પણ પ્રકારના ભય વગર નિર્ભિક ઈને વોટ આપવા માટે આગળ આવે તે માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો.
કલેકટરએ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરીને નાગરિકો વધુને વધુ મતદાન માટે આગળ આવે અને લોકશાહીના આ તહેવારની ખરા ર્અમાં ઉજવણી ર્સાક કરે તે માટે સેલ્ફી સ્ટેન્ડ પર સેલ્ફી લઈને તેમજ સિગ્નેચર કેમ્પેઈનમાં સાઇન કરીને મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. કલેકટરએ રેલી દરમિયાન રસ્તામાં શાકભાજીના વેપારીઓને મતદાન જાગૃતિનો સંદેશો લખેલી કાપડની થેલીઓનું વિતરણ કરીને ચૂંટણીના મહાપર્વમાં સહભાગી વા માટે અનુરોધ પણ કર્યો હતો.
આ મતદાર જાગૃતિ રેલીમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એમ. તરખાલા, પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી મોદી, ડેપ્યુટી કલેકટર ભૂમિકા વાટલીયા, ઉના ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરી, મામલતદાર , અધિકારીઓ, પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તા ચૂંટણી કામગીરી સો સંકળાયેલા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech