જૂનાગઢ ચાલુ મહેંદી કલાસે ફોનની ના કહેનાર બ્યુટિશિયન ઉપર પાંચ મહિલાનો હુમલા

  • February 22, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં બ્યુટી પાર્લરની સંચાલિકાને પાંચ  મહિલાએ ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે તાલુકા પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ યમુનાનગર-૨ કેમ બ્રિજ સ્કૂલ પાછળ રહેતા જીલેખાબેન ભીમાણી બ્યુટી પાર્લરમાં મહેંદીના ક્લાસીસ કરાવતા હોય મહેંદી શીખવા વિસ્તારમાં જ રહેતી. ફીઝા સીડા નામની યુવતી મહેંદી ક્લાસ શીખવા માટે આવતા હોય ક્લાસીસમાં ફોન સતત ચાલુ રહેતા ૨૭ જાન્યુઆરીએ ફીઝાને ફોન કરી ક્લાસીસમાં ન આવવા બાબતે જાણ કરતા યુવતી અને તેના માતા મેમુદાબેન ઉસકેરાઈ જઈ ફોનમાં ગાળો ભાંડી બ્યુટી પાર્લર બંધ કરી દેજે તેમ ધમકી આપી હતી ત્યારબાદ ૨૯ જાન્યુઆરીના સાંજના સમયે ફીઝા અને તેના બહેન રેહાનાએ ફોન પર ક્લાસીસ કેમ ચાલુ રાખ્યા છે તેમ કહી ગાળો ભાંડી હતી અને ત્યારબાદ થોડીવાર બાદ જ યુવતીના ભાભી અને અન્ય એક બહેન ઘર પાસે ઉભી ગાળો આપી અને ઘરની અંદર પ્રવેશ કરી લાત મારી  ક્લાસીસ અને પાર્લર ખોલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે મહિલાએ પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News