મકરસંસ્ક્રાંતિ નિમિતે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા અંગે પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના રીલ સાથે જિલ્લાના પાલીતાણા અને વરતેજ પોલીસે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
પાલીતાણા અને વરતેજ પોલીસે પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સાથે જુદીજુદી જગ્યાએથી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં પાલીતાણાના પોપડા વિસ્તારમાંથી રાહીલભાઈ રાજાકભાઈ કળડોરીયા (ઉ.વ.૪૦, રહે.૫૦ વરિયા રહેમાનદાદાની દુકાન પાસે, પાલીતાણા)ને ચાઈનીઝ દોરીના રીલ નંગ ૧૦ કિંમત રૂપિયા ૪૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે પાલીતાણાના જ બસ સ્ટેન્ડ પાસેથી વિશાલભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા (ઉ.વ ૨૩, રહે.માલપરા)ને ચાઈનીઝ રીલ નંગ ૪ કિંમત રૂપિયા ૧૬૦૦ સાથે ઝડપી લીધો હતો. તેમજ ભૈરવપરામાંથી વિશાલભાઈ હિમ્મતભાઈ ડાભી (ઉ.વ.૩૦, રહે.પાલીતાણા)ને ચાઈનીઝ દોરીના ૧૦ રીલ જેની કિંમત રૂપિયા ૪૦૦૦ અને છ વાડી વિસ્તારમાંથી કરણભાઈ દિનેશભાઈ ગોહિલ (ઉ.વ.૨૧, રહે.ગુરુકૃપા સોસાયટી,પાલીતાણા)ને ૧ નંગ રીલ કિંમત રૂપિયા ૧૦૦ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ વરતેજ પોલીસે ઇન્દિરાનગર વિસ્તારમાંથી મુસ્તાક ઉર્ફે મુન્નો સોરઠીયા (ઉ.વ.૩૯)ને ચાઈનીઝ ફીરકી નંગ ૧ કિંમત રૂપિયા ૧૦૦ સાથે ઝડપી લીધો હતો.
મકરસંક્રાંતિના તહેવારને લઇ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના પાલીતાણા અને વરતેજ પોલીસે રેડ કરી હતી. અને અલગ અલગ વિસ્તારમાંથી પાંચ શખ્સોને પ્રતિબંધિત દોરી સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech