દામનગર જઇઈં બેંકમાં ૫ કરોડનો નકલી ચેક જમા કરાવા આવેલા પાંચ શખસો પકડાયા
રાજયમાં નકલી અધિકારીઓ,કચેરીઓ,જજની વચ્ચે નકલી ચેક બનાવી બેંકની પાંચ કરોડનો ધુંબો મારવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દામનગરની એસબીઆઈ બેંકમાં ૫ કરોડનો નકલી ચેક બનાવી દામનગરની સહજાનદં એયુકેશન ટ્રસ્ટ (સ્વામિનારાયણ ગુકુળ)માં જમા કરાવવા માટે આવેલા ગુકુળના બેંક વહીવટનું કામ કરતા શખ્સ સહીત પાંચ વ્યકિતને બેંક મેનેજરની સજાગતાથી પોલીસે પકડી પાડી તમામ સામે ગુનો નોંધ્યો છે.
આ અંગે દામનગર એસબીઆઈ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જીગર ચંદ્રકાન્તભાઈ હિંગુએ દામનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ઇરપ્પા વિટ્ટલ બુદીહલ (રહે.શ્રી વિરભદ્રેશ્વર, નિલયા, ગચીનકટ્ટી કોલોની, વિજયાપુર, બીજાપુર,(કર્ણાટક), વિપુલ ઉર્ફે પપ્પુ શર્મા (રહે.દામનગર), અલ્પેશ શંકરલાલ શાહ (રહે.ભુજ), ગણેશ રામચદ્રં બોચરે અને રામદાસ વિષ્ણુ કાળે (બંને રહે.પુણે (મહારાષ્ટ્ર્ર)ના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૨૮–૧૦ના હત્પં બેંકમાં હાજર હતો ત્યારે દામનગર સહજાનદં એયુકેશન ટ્રસ્ટ (સ્વામિનારાયણ ગુકુળ)ના બેન્કિંગ કામ માટે અવાર નવાર આવતા વિપુલ ઉર્ફે પપ્પુ શર્મા આવ્યો હતો અને અને કહ્યું હતું કે, ૫ કરોડની મોટી રકમની ચેક બ્રાન્ચમાંથી સહજાનદં એયુકેશન ટ્રસ્ટમાં જમા થઇ જશે ? નિયમ જેના જવાબમાં નિયમ મુજબ હશે તો થઇ જશે તેમ કહેતા વિપુલ જતો રહ્યો હતો. બાદમાં બેંકના કલાર્ક ધીરેન્દ્ર તીવારી ૫ કરોડનો ચેક લઈને મારી પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, કોઈ સત્સગં નામની પાર્ટીનો આ ચેક છે અને બે વ્યકિતઓ ચેક લઈને સહજાનંદન એયુકેશન ટ્રસ્ટમાં જમા કરાવવા માટે આવ્યા છે. આ ચેકમાં સત્સગં નામની પાર્ટીની સહી અલગ જણાય છે અને સહીની ઉપર સત્સગં સેક્રેટરીનો સ્ટેમ્પ માર્યેા છે. તેમજ ચેક ઉપર પાણીનો ટેસ્ટ કરતા કાગળ ઉપરથી કલર ગયો નથી આથી ચેક શંકાસ્પદ લાગી રહ્યો છે. ચેક લઈને આવેલા બંને વ્યકિતને બોલાવી નામ પૂછતાં ઇરપ્પા વિટ્ટલ બુદીહલ કહ્યું હતું જો કે આધારકાર્ડની કોપી માગતા તેમાં વીરભદ્રેશ્વર લખેલું હતું. તેની સાથે ગુકુળનો બેન્કિંગ કામ માટે આવતો વિપુલ ઉર્ફે પપ્પુ શર્મા પણ સાથે હતો. ચેકની રકમ મોટી હોવાથી બંનેને કહ્યું હતું કે, ઉપરની કચેરીએથી મંજૂરી મેળવ્યા બાદ આ રકમ તમને આપી શકું. જે બાદ બને ચાલ્યા ગયા હતા અને ચેક ઝારખંડની દેવધર બ્રાન્ચનો હોવાથી ત્યાંના મેનેજરનો ટેલિફોનિક સંપર્ક કરી ચેક અને સ્લીપ મેઈલ કરી વેરિફિકેશન માટે મોકલવામાં આવતા આ ચેક નકલી હોવાનું અને પેમેન્ટ ન કરવા માટેનું ઝારખડં બ્રાન્ચના મેનેજરે જણાવ્યું હતું.
બાદમાં આ અંગે અમરેલી રિજનલ ઓફિસમા જાણ કરી હતી. ફરી સાંજે પાંચેક વાગ્યે વિપુલ ઉર્ફે પપ્પુ શર્મા અને તેનું સાથે ભુજ રહેતો અલ્પેશ શંકરલાલ શાહ નામના વ્યકિત આવ્યો હતો અને મને પૂછયું હતું કે સવારે ચેક આપ્યો એ કયારે જમા થશે. મેં ઉપરથી મંજૂરી આવી નથી તેમ કહેતા બંને જતા રહ્યા હતા અને આ બાબતની અરજી દામનગર પોલીસ મથકમાં કરી હતી. ગત તા.૨૯ના સવારે ઇરપ્પા વિટ્ટલ બુદીહલ, વિપુલ ઉર્ફે પપ્પુ શર્મા, અલ્પેશ શંકરલાલ શાહ અને તેની સાથેના ગણેશ રામચદ્રં બોચરે, રામદાસ વિષ્ણુ કાળે બેન્કએ આવ્યા હતા અને ચેક ઝડપથી જમા કરાવી આપો અમારે બીજાને પૈસા દામનગર એસબીઆઈ આપવાના છે તેમ મને વાત કરતા તમામને બેંકમાં બેસાડી સર્વીશ મેનેજર ગીરીરાજસિંહ સરદારસિંહ ઝાલાને પોલીસને જાણ કરવાં માટે મોકલતા પોલીસ આવી ગઈ હતી અને પાંચેક શખ્સોની પૂછપરછ કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા તેમજ નકલી ચેક કબ્જે કરી તમામ સામે પોલીસે બીએનએસની કલમ .૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૩૯, ૩૪૦(૨), ૩૪૧(૧), ૩(૫), મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એસબીઆઈ બેંકમાં .૫ કરોડનો નકલી ચેક વટાવી બેંકને આર્થિક નુકશાન કરવાનો ઈરાદો બેન્ક મેનેજર અને સ્ટાફની સજાગતાથી નિષ્ફળ બન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech