રાજકોટના શખસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લ ાના પાટડી દસાડા નજીક માલવણ હાઇવે પર હોટલ, શેડ ભાડે રાખીને ખાદ્યતેલ ભરીને મુંદ્રા તરફથી આવતા ટેન્કરોમાંથી તેલ ચોરીના ચલાવાતા રેકેટને સીઆઇડી ક્રાઇમ સી.આઇ. સેલે ઝડપી પાડી સ્થળ પરથી મળેલા ટેન્કરચાલક સહિત પાંચ શખસોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. રેકેટનો મુખ્ય સૂત્રધાર રાજકોટનો મનીષ પટેલ હોવાનું ખુલતા મનીષ તેના અન્ય સાથીદારો મોરબીના શખસો મળી 14 સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઇ છે.
સીઆઇ સેલની ટીમે માલવણ હાઇવે પર પીપળી ગામ નજીક રામદેવ હોટલ પાછળ પહોંચી હતી ત્યાં પાછળ ભાગે પતરાના શેડ અને તેની પાસેની જગ્યા રાજકોટના મનીષ પટેલે ભાડે રાખી અને તેના ભાગીદારો સાથે મુંદ્રા તરફથી આવના ટેન્કરોમાંથી પામોલીન તેલ, દિવેલ તેલ, સોયાબીન તેલ ભરી હજીરા જતાં હોય તે ટેન્કરોના ચાલકો સાથે સેટીંગ કરી ટેન્કરોમાંથી આવા તેલનો જથ્થો કાઢી લેવાતો હતો.
દરોડો પાડતા સ્થળ પર બે ટેન્કરો પડેલા હતાં અને પીપળી ગામના અજમલ બાજુજી કોલી (ઉ.વ.29) તેના ભાઇ પ્રવિણ (ઉ.વ.27) રાજકોટના દેવપરા મેઇન રોડ ખ્વાજા એપાર્ટમેન્ટમાં રહેતા મહેબુબ બાબુભાઇ સુમરા તથા પીપળીના જ નરપત રાજાજી ઠાકોર, ટેન્કર ચાલક રાજસ્થાનના અજમેર બ્યાવરના ભીલા તોકા, બાડીયાના ગજરાજસિંહ બિરમસિંગ રાવતને દબોચી લીધા હતાં.
જયારે રાજકોટ શહેરનો શખસ મનીષ પટેલ અન્ય ભાગીદારો સાથે મળીને આ રેકેટ ચલાવતો હોવાનું ખુલ્યું હતું. મનીષ ઉપરાંત વાય.બી.જાડેજા, યુવરાજસિંહ, ગાંધીધામના સુરેશ રામ ગોપાલ, રાજકોટના રજાક, વિશાલ તથા મોરબીના અરણોદયનગરના નરેન્દ્રસિંહ બાપાલાલ જાડેજા તેમજ બે ટેન્કરના ચાલકો સહિત 13 સામે ગુનો નોંધ્યો હતો.
હોટલ પર સ્થાનિક શખસોને મજુર તરીકે રખાયા હતાં. જયારે રાજકોટનો મહેબૂબ સુમરા ચોરેલુ તેલ છોટા હાથી મારફતે અમદાવાદ સહિતના સ્થળે સપ્લાય કરતો હતો. તેલના બીલો ગાંધીધામનો સુરેશ વોટસએપ મારફતે મહેબૂબને મોકલતો હતો. મહેબૂબ જયાં ડીલેવરી બીલ હોય ત્યાં જથ્થો ઠાલવી આવતો અને ફેરા દીઠ 3500 કે આવુ ભાડું ચુકવાતું હતું. નારોલ તરફ સાબુ બનાવતા કારખાનાઓમાં સપ્લાય કરતા હતાં.
ટેન્કરના ચાલકોને ટેન્કરમાંથી 20 લીટર ઓઇલનો કેરબો ભરી આપે એટલી કેરબા દીઠ 1200 પિયા એટલે કે 60 પીયામાં લીટર ઓઇલ વેચાતું લઇ ડબલ કે તેથી વધુ ભાવે વેચતા હતાં. આરોપીઓ પૈકી નરેન્દ્રસિંહ પણ સ્થળ પર હતો. પોલીસ આવી હોવાનો ખ્યાલ પડતા કારમાં નાસી છૂટયો હતો. સ્થળ પરથી અલગ અલગ ઓઇલ ભરેલા બેરલો, ટેન્કરો, વજન કાંટો, ઓઇલ ભરવાના ખાલી કેરબાઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
સ્થળ પરથી જે ટેન્કર પકડાયુ તેમાંથી અદાણી વીલમાર લી. મુંદ્રા કચ્છનું ઇનવોઇસ બીલ મળી આવ્યું હતું. તેલની ડીલવરી હજીરા ખાતે કરવાની હતી અન્ય ડોકયુમેન્ટસ પણ પોલીસને હાથ લાગતા કબજે લેવાયા હતાં. સ્થળ પરથી નાસી છૂટેલા નરેન્દ્રસિંહ જાડેજાની કાર, બે ટેન્કર સહિતનો 1.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતાં. સુરેન્દ્રનગર સીઆઇડી ક્રાઇમના પીઆઇ વાઢેરે તપાસ હાથ ધરી આરોપીના રિમાન્ડ મેળવ્યા છે. જોકે હજીસુધી હોટલ પર કેટલા ટાઇમથી રેકેટ ચાલતું હતું ? કેટલા વાહનો આવતા હતાં ? વોન્ટેડ અન્ય આરોપીઓ પકડાયા સુધીની વાતમાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech