BREAKING NEWS

હોદ્દાના દુરુપયોગ બદલ નશાબંધી વિભાગના ડીવાયએસપી સહિત પાંચ અધિકારી સસ્પેન્ડ

  • May 22, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજય સરકારના નશાબંધી અને આબકારી વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ સામે સરકારે કડક પગલાં ભરતાં વહીવટી વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હોદ્દાનો દુપયોગ અને ગંભીર ભ્રષ્ટ્રાચારની ફરિયાદોને આધારે ગૃહ વિભાગ દ્રારા એક મોટો નિર્ણય લઈને નશાબંધી વિભાગના નાયબ નિયામક (ડીવાયએસપી) સહિત એકસાથે પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી હટાવીને વેઇટિંગ ફોર પોસ્ટિંગ માં મૂકી દેવામાં આવ્યા છે. આ આકસ્મિક અને કડક કાર્યવાહીને કારણે સમગ્ર નશાબંધી વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી રાયના મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓની અયોગ્ય કામગીરી અને અનિયમિતતાઓની બૂમ ઊઠી હતી. ખાસ કરીને દવા ઉધોગ (ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી) સાથે સંકળાયેલા કેટલાક અગ્રણી ઉધોગકારોએ સરકારમાં ઉચ્ચ સ્તરે લેખિત ફરિયાદો કરી હતી.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચોક્કસ પ્રકારના કેમિકલ્સ માટે નશાબંધી વિભાગ પાસેથી ખાસ મંજૂરી લેવી પડતી હોય છે. આ મંજૂરી આપવામાં ઉકત અધિકારીઓ દ્રારા ભારે વિલબં કરવામાં આવતો, અનેક પ્રકારના ખોટા વાંધા–વચકા કાઢવામાં આવતા અને મંજૂરી પ્રક્રિયામાં મોટાપાયે અનિયમિતતાઓ આચરવામાં આવતી હતી. આ સિવાય મંજૂરી આપવાના બદલામાં નિયમોનું પાલન ન થતું હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.
ઉધોગકારોની રજૂઆત અને લાંબા સમયથી મળતી વ્યાપક ફરિયાદોને પગલે રાય સરકારે આ મામલાને અત્યતં ગંભીરતાથી લીધો હતો. ગૃહ વિભાગના હસ્તક આવતા આ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ સામે ગુ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્રથમ દ્રષ્ટ્રિએ જ અધિકારીઓ દ્રારા પદનો દુરુપયોગ અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેના પરિણામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના, મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના ઉચ્ચ સ્તરેથી આ પાંચેય અધિકારીઓને પદ પરથી હટાવવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
સરકારના આ આકરા વલણથી સ્પષ્ટ્ર સંકેત મળે છે કે વહીવટી તંત્રમાં ભ્રષ્ટ્રાચાર કે નડતરરૂપ નીતિઓ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. હાલ પૂરતા આ પાંચેય અધિકારીઓને પદમુકત કરી, સરકાર દ્રારા આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ ઐંડી તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application