જેતપુર શહેર તેમજ પંથકમાં રખડતા શ્વાનનો આંતક ફેલાઈ ગયો છે. નાના બાળકથી લઈ યુવાનો, વૃદ્ધો પર શ્વાને ગંભીર હત્પમલા કર્યા છે. કેટલાક હત્પમલામાં તો ભોગ બનનારને આખા ચૂંથી નાખીને લોહીથી તરબતર પણ કરી નાંખયાના બનાવો બન્યા છે. આવા આતંકના માહોલમાં નગરપાલિકા હાથ હાથ રાખીને બેઠી છે જાણે તેઓ શ્વાનના હત્પમલાથી કોઈનું મોત થાય તેની રાહ જોતી હોય તેવી સ્થિતિ છે.
ઉત્તર પ્રદેશમાં ભેડિયાનો એટલો આંતક છવાયો છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે. આવો જ આંતક જેતપુર શહેર તેમજ પંથકમાં શ્વાનનો છે. અહીં દરરોજ શ્વાનના બચકા ભરવાના પાંચથી છ બનાવો બને છે. જેતપુર સરકારી હોસ્પિટલમાં છેલ્લ ા એક મહિનામાં શ્વાન કરડવાનો ૧૫૭ જેટલા કેસ નોંધાયો અને ત્રણ મહિનામાં ૫૦૦ જેટલા કેસ નોંધાયા છે. આતો થઈ સરકારી હોસ્પીટલની વાત બાકી ગ્રામ્ય તેમજ પછાત વિસ્તારોમા તો શ્વાનના કરડવાથી ઘર ગથ્થુ ઉપચાર કરી લેતા હોય છે. એટલે શ્વાનના લોકો પર હત્પમલાની સરેરાશ મહિનાની બસો જેટલી થાય છે.
જેતપુર શહેરમાં કેટલાય વિસ્તારો તો જાણે શ્વાનના અડ્ડા હોય તેમાં શહેરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે એક નાલામાં કતલખાનામાં કતલ કરાયેલ પશુઓના વધેલ અવયવો કેટલાક અસામાજીક તત્વો નાખતા હોય ત્યાં એકસાથે ૫૦ જેટલા શ્વાનો ડેરાતંબુ નાખીને ચોવીસેય કલાક બેઠા હોય અને અહીંથી જ પાંચથી છ સ્કૂલે જવાનો રસ્તો છે ત્યાંથી નાના વિધાર્થીઓ એકલા જતા આવતા હોય તેઓ દરરોજ ભયના ઓથાર હેઠળથી રસ્તો પસાર કરે છે. ગતરોજ ત્યાં એક બાળક સહિત ત્રણ લોકો પર શ્વાને હત્પમલો કરતા ત્રણેયને સારવાર માટે સરકારી હોસ્પીટલ લાવવામાં આવ્યા હતાં. યારે શહેરમાં અખબાર વિતરણ કરવાનું કામ કરતા એક વિતરક સવારમાં અખબાર વિતરણ કરતા હતા ત્યારે ખોડપરા વિસ્તારમાં એક શ્વાને તેઓને રીતસરના ચૂંથી નાંખી લોહીથી તરબતર કરી નાખતા ચૌદ જેટલા બચકાં ભરી લીધા હતાં. તેઓએ હોસ્પીટલમાં સારવાર લીધા બાદ શ્વાનને પકડવા માટે નગરપાલિકાને જાણ કરતા અમો જીવતા શ્વાનને પકડી ન શકીએ તમો શ્વાન ઝેરી લાડવા ખવડાવી દો તે મરી જશે ત્યારબાદ અમો તેનો મૃતદેહ લઈ જઈશું તેવો નગરપાલિકા તરફથી અખબાર વિતરકને જવાબ આપવામાં આવેલ.
શ્વાનના આંતક વિશે નગરપાલિકાના મુખ્ય અધિકારીને પૂછતાં તેઓએ જણાવેલ કે, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇન મુજબ અમો શ્વાનને પકડી નથી શકતા પરંતુ અમો તેઓનું ખસીકરણ અને રસીકરણ કં શ્વાનની વસ્તી ઉપર નિયંત્રણ કરી શકીએ. અને આ માટે અમો ટેન્ડરની પ્રક્રિયા કરશું. આમ, નગરપાલિકાના મુખ્ય અધિકારીના જવાબ ઉપરથી શહેરીજનોને શ્વાનના આંતકથી હાલ કોઈ બચાવી શકે તેમ નથી જેથી અપના હાથ જગન્નાથ જાણી શ્વાનના હત્પમલાથી પોતાની રક્ષા પોતાને જ કરવાની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech