જામનગર જિલ્લામા પોલીસ દ્વારા જુગારના પાંચ દરોડા

  • August 12, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૩ શખ્સો આબાદ ઝડપાયા: પોલીસે પેટમાંથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો


જામનગર શહેર - જિલ્લા માં શ્રાવણીયા જુગાર ની મોસમ પુરબહાર માં ખીલી છે. ગઈકાલે પણ પોલીસે જુગાર અંગે કુલ પાંચ  સ્થળો એ  દરોડા પાડ્યા હતા. ૨૩ શખ્સો ને  રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.


જામનગરના ગોકુલ નગર શિવ નગરમાં જાહેરમાં ગંજીપાના થી  જુગાર રમતા પીઠાભાઈ સામતભાઈ કનારા , ખીમાભાઈ સામતભાઈ ગાગીયા , રાજેશ વલ્લભભાઈ જોશી , મૂળજીભાઈ ભીમજીભાઇ ઠાકર અને હરસુખભાઈ મોહનભાઈ જોગિયા ને રૂ. ૭૪૮૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.


જુગારનો બીજો દરોડો લાલપુરમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ઇમરાન હાજીભાઈ લાખા , અહેમદ  હુસેનભાઇ ધુંધા,  મોહમ્મદ આવેશ શબ્બીર હસાનિયા  અને અલીમામદ ચંનાણી ને રૂ.૧૫૫૦૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.


જુગાર અંગે નો  ત્રીજો દરોડો જોડિયા તાલુકા નાં જીરાગઢ ગામ ની સીમ માં પાડવામાં આવ્યો હતો. અને અહીંથી જુગાર રમી રહેલા કિસન લાલજીભાઈ અદારીયા , રાહુલ ભીમાભાઇ અદારીયા,  કૈલાશ અવચરભાઈ અદારિયા , સુરેશ રમેશભાઈ દેલવાણીયા વસંતભાઈ દામજીભાઈ ચૌહાણ મેરા ભાઈ દેવાભાઈ ગમારા અને ચિરાગ મનસુખભાઈ બાબરીયા ને રૂ.૧૦૯૬૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.


જ્યારે જુગારનો ચોથો દરોડો જામનગર ના ૪૦ - દિ .પ્લોટ કમલિયા વાસ માં પાડવામાં આવ્યો  હતો. અને મહેન્દ્ર પરસોતમભાઈ ગોરી,  વિજય ખીમજીભાઇ કટારમલ , રાજેશ સુરેશભાઈ ગજરા તથા રાયસંગ રતનજી જાડેજા ને રૂ.૪૫૫૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.


આ ઉપરાંત જામનગરના બેડી વિસ્તારમાં વરલીના આંકડાનો જુગાર રમતા ઇસા દાઉદભાઈ સુંભાનિયા, મુસ્તાક હનીફભાઈ પઠાણ અને કાસમ આમદભાઈ સોઢા ને રૂ ૮૧૭૦  ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા જ્યારે હશન નુરમામદભાઈ  જેડા ફરાર થઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application