જુનાગઢ તાલુકાના ઇશાપુર ગામની સીમમાં વાડીએ આવેલ ગોડાઉનમાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમા પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને રંગે હાથે ઝડપી લીધા હતા યારે દસ નાસી ગયા હતા. તાલુકા પોલીસે રોકડ, ત્રણ બાઈક, બે મોટર કાર અને મોબાઈલ ફોન મળી ૧૪.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલ ઈસમો ને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રા વિગત મુજબ જૂનાગઢના ચીતાખાના ચોકમાં રહેતા મોહમ્મદ ઉર્ફે ડેની હત્પસેન હાલા ઇશાપુર ગામની સીમમાં રમણીકભાઈ કાપડિયા ની વાડીમાં આવેલ ગોડાઉન ભાડે રાખી ઘોડી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડયો હતો જેમાં મોહમ્મદ ઉર્ફે ડેની હત્પસેન હાલા, વાડી માલિક રમણીકભાઈ કાપડિયા, માહિર મુસ્તફા હાલા, જામનગરનો અઝીઝ પઠાણ, વિનોદ રામાણીને ઝડપી લીધા હતા.યારે જામનગરનો ઇમરાન ઉર્ફે મની મકરાણી બલોચ, રાજકોટનો તનવીર ઉર્ફે તન્યો સીસાંગિયા, કાથરોટાનો રવિ કંડોરીયા, બાલા ધી સરવૈયા, જેતપુરનો સુભાષ ઉર્ફે અદા, કમલેશ ગમારા, જગદીશ ભુરા, અસલમ મહમદ મહેબૂબ શેખ, અલ્પેશ બકતરી સહિતના નાસી ગયા હતા. પોલીસે સ્થળ પરથી ૩૩૦૦ ની રોકડ, ૧૧ મોબાઈલ, ૨ કાર અને ત્રણ બાઈક મળી ૧૪.૫૭ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે મહમદ ઉર્ફે ડેની હાલાની પૂછપરછ કરતા ઇમરાન ઉર્ફે મની મકરાણી અને તનવીર ઉર્ફે તનયો જુગાર રમવા વાળા માણસનો સંપર્ક કરાવતા અને બંને જૂનાગઢ લઈ આવતા. રવિ કંડોરીયા અને બાલા ધી સરવૈયા જુગાર રમવાનું સ્થળ ભાડેથી શોધી આપી તે સ્થળ સુધી માણસોને પહોંચાડતા હોવાની કબુલાત કરી હતી. ૭ હજારની રકમનું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી ચૂકવ્યું ન હતું. પોલીસે ગુજકોપ એપમાં સર્ચ કરતા અગાઉ મોહમ્મદ ઉર્ફે ડેની સામે એક અને રવિ કંડોરીયા સામે એક ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લ ેખનીય છે કે જૂનાગઢના ચિતાખાના ચોકમાં એક યુવકને માર મારવામાં પણ મહંમદ ઉર્ફે ડેની હત્પસેન હાલાની સામે ગુનો નોંધાયો હતો
કેશોદનીં હોટલમાં જુગારની કલબ, ૩.૯૦ લાખના મુદ્દામાલ સાથે ૧૦ ઝડપાયા
કેશોદ પોલીસ માંથી પ્રા વિગત મુજબ આંબાવાડી વિસ્તારમાં અણ આસોદરીયા પોતાની રાજધાની હોટલમાં બીજા માટે મ નંબર ૧૦૯ મા બહારથી માણસોને બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન અણ આસોદરીયા, મેંદરડા તાલુકાના ઝીંઝુડા ના સુભાસ વાણીયા, મેંદરડાના યુસુફ અલારખા, સાજીદ ગફાર ચૌહાણ, પરેશ ઉર્ફે ભયલો નટવર ઉનડકટ, બાબુ મકવાણા, જીતેશ કુંભાણી, મયુર ખુંટ અને બડોદરના બીપીન માઢકને ૫૬ હજારની રોકડ, ૯ મોબાઈલ અને એક કાર મળી ૩.૯૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech