જામનગરની પાંચ કિશોરીઓએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર ૧૫ વુમન્સ ટીમમાં સ્થાન મેળવ્યું
ઉપરાંત પાંચ બોયઝ ખેલાડીઓએ સૌરાષ્ટ્રની અન્ડર-૧૯ ની બોયઝ ટીમમાં સ્થાન મેળવ્યું
જામનગર ડિસ્ટ્રીક ક્રિકેટ એસોશિયેશનની ટીમના એક સાથે ૧૦ ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શન સાથે માનભેર સૌરાષ્ટ્રની અંડર ૧૫ની વુમન્સ ટીમમાં ૦૫ મહિલા ખેલાડીઓએ અને અન્ડર- ૧૯ની બોયઝ ટીમમાં ૦૫ ખેલાડીઓએ સ્થાન મેળવ્યુ છે. જે પસંદગી પામેલા ૧૦ ખેલાડીઓ સૌરાષ્ટ્રની ટીમમાંથી સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાં રમશે.
સૌરાષ્ટ્રની અંડર ૧૫ વુમન્સ ટીમમાં આનંદી રાવલીયા, ખુશી ઢાપા, વેદિકાબા જાડેજા, રીયા જાદવ અને વિધા નાયક પોતાની આવડત અને મહેનતથી સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મેળવ્યુ છે. આ પાંચેય કિશોરીઓએ માનભેર મહિલા ટીમમાં સ્થાન મેળવી જામનગર શહેરનુ ગૌરવ વધાર્યું છે અને ક્રિકેટ ક્ષેત્રે પણ મહિલાઓ પાછળ નહી રહે તે સાબિત કરી બતાવ્યું છે તેમજ સૌરાષ્ટ્રની અંડર -૧૯ની બોયઝ ટીમમાં કેરવ રાવલ, જય રાવલીયા, નિર્સગ કાંસુદ્રા, પુષ્પરાજસિંહ જાડેજા અને મીત તાળાએ ડિસ્ટ્રીક ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરીને સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મેળવી જામનગરને ગૌરવ અપાવ્યું છે.
જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમમાં વર્ષોથી તાલીમ લેતા સગા ભાઈ-બહેનની સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી થતાં પરીવારે ખુશી સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. જય રાવલીયા અને આનંદી રાવલીયા બંને ભાઈ-બહેન ઓલરાઉન્ડર ક્રિકેટર છે. જામનગર ડિસ્ટ્રીક ક્રિકેટ એસોશિયેશનની ટીમની ખેલાડીઓ ક્રિકેટ-જગતમાં વધુ એક ડગલુ આગળ વધારીને સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યા છે. પસંદગી પામેલા ખેલાડીઓ લાંબા સમયથી કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ મેળવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકના પગલે જિલ્લા પોલીસ સર્તક
May 08, 2025 04:10 PMઅજમેરની હોટેલમાં ભાવનગરના દાઝેલા દંપતિ પૈકી પત્નીનું મોત
May 08, 2025 04:07 PMભાવનગરનું ધો. ૧૦નું ૮૫.૧૭% પરિણામ
May 08, 2025 04:05 PMરૂ ૧.૩૭ લાખના ચોરાઉ આઠ મોબાઈલ સાથે ૮ શખ્સો ઝડપાયા
May 08, 2025 04:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech