હળવદ મોરબી–માળીયા ચોકડી પાસે આવેલ ગોડાઉનમાં ગત તા.૭ના રોજ સબસિડી વાળી યુરીયા બેગ બદલાવી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે દરડો પાડતા ખાલી સબસિડી વાળી યુરીયા બેગો, સબસિડી વાળુ ખાતર મળી આવતા, તપાસનો ધમધમાટ શ કર્યેા હતો જેમાં સબસિડી વાળા યુરીયા ખાતરનો જથ્થો પોલીસે ઝડપી લીધો, શંકાસ્પદ યુરીયાની ઝડપી પાડીને ખેતીવાડી વિભાગને જાણ કરવામાં આવી જેના અહેવાલ બાદ ગોડાઉન સંચાલક, ટ્રક ચાલક, બે એગ્રો માલિક સહિત અન્ય એક કુલ પાંચ શખ્સો સામે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવા માં આવી છે.
હળવદ પંથકમાં ખરા સમયે જ યુરીયા ખાતરની અછત થી ખેડૂતોને ધરમ ધક્કા ખાવાના પડે છે, ખાતરની અછત થી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.
ખેડૂતની પરિસ્થિત દિવસે દિવસે કથળી રહી છે. ત્યારે જગતતના તાત પરીસ્થીતી એક સાંધે ત્યાં તેર તુટે તેવી થાય છે,ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એક વખત શિયાળાની રવી સીઝનમાં ખાતરની બૂમ ઉઠતા ખેડૂતોઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ત્યારે જ હળવદ પીઆઈ આર ટી વ્યાસના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ એ મોરબી માળિયા ચોકડી પાસે આવેલ અક્ષર એગ્રીકલ્ચર એન્જિ વર્કસ લખેલા ગોડાઉનમાં તારીખ ૭ ડીસેમ્બર ના રોજ ખેતીવાડી ખાતુ મોરબી અધિકારી કમેચારીઓ સાથે રાખી રેઇડ કરી જરી કાર્યવાહી કરતાં યુરિયા ખાતરની થેલી ૩૬૯ નગં એક નગં ની કિંમત ૨૬૬,૫૦ પૈસા કુલ કિંમત પિયા ૯૮૩૩૯ તથા ટ્રકમાં રહેલ યુરીયા ખાતાર સેફદ થેલી ૭૦૦ એક થેલી ની કિંમત ૨૬૬.૫૦ કુલ કિંમત છ૧,૮૬,૫૫૦ તથા ન્યુ પોર્ટસ ખાતરની થેલી ૧૮૮ ની કિંમત પિયા ૧૭૦૦ કુલ કિંમત છ૨.૦૬.૦૦૦ તથા કુભકો ખાતરની પ્લાસ્ટિકની થેલી ૨૫૦ થેલી એકના કિંમત ૨૬૬,૫૦ કુલ કીમત ૬૬૬૨૫ એક ટ્રક જીજે૩૯ટી ૭૧૦૪ કિંમત પિયા ૨૦ લાખ સાથે કુલ મળી ૨૫,૫૨,૧૧૪ નો મુદ્દામાલ પકડી પાડયો હતો ,ખેડૂતોના હકની સબસિડી વાળી યુરીયા ખાતરની બેગ બદલાવી વેચાણ કરવાનું કૌભાંડ પોલીસે ઝડપી લીધું જેની ખેતીવાડી નાયાબ નિયામક વિસ્તરણ અધિકારી તરગં ફળદુએ ફરીયાદ નોંધાવી હતી.જેના આધારે પાંચ શખ્સો અજય ભુપેન્દ્રભાઈ રાવલ. ગોડાઉન સંચાલક, કયટારામ જાટ ટ્રક ડ્રાઈવર, કાળુ ખોડાભાઇ મુધવા, ચેતન રાઠોડ જયદીપ તારબુદીયા ખાતર સપ્લાયર સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ૭ ડિસેમ્બરે દરોડો પાડાં બાદ યુરીયાના સેમ્પલ લેવામાં આવ્યા જે બાદ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.ખેતીવાડી વિભાગ દ્રારા ગોડાઉન સિઝ કરવામાં આવ્યું હતું.
ખેતીવાડી વિસ્તરણ અધિકારી મોરબી તથા તેમની ટીમ દ્રારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે,હળવદ પીઆઇ તથા પીએસઆઇ સહિતનાએ તપાસનો ધમધમાટ શ કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech