દડીયામાં એલસીબી ત્રાટકી : સપ્લાયર ફરાર : સમર્પણ સર્કલ પાસે કારમાંથી બોટલો મળી
જામનગર શહેર અને નજીકના વિસ્તારમાં પોલીસ દ્વારા પાંચ સ્થળે દારુ અંગે દરોડા પાડીને પાંચ શખ્સોને દારુની બોટલો તથા એક કાર સાથે પકડી લીધા હતા જયારે એકની સંડોવણી ખુલી હતી. દડીયા ગામ, જકાતનાકા રોડ, દરબારગઢ સર્કલ, લાલપુર અને સમર્પણ સર્કલ પાસે પોલીસ ત્રાટકી હતી.
એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ પી.એન. મોરી તથા પીએસઆઇ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન રેઇડમાં સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુમીતભાઇ શિયાર, મયુદીનભાઇ સૈયદને મળેલ ખાની હકીકત આધારે દડીયા ગામના રાજેશ ઉર્ફે રાજીયો અરજણ મકવાણા (ઉ.વ.૩૫) રહે. દડીયા ગામ, રામાપીરના મંદિરની બાજુમા, જામનગરવાળાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારુની ૧૧ બોટલ કિ. ૫૫૦૦ તથા એક મોબાઇલ કિ. ૫૦૦૦ મળી કુલ ૧૦૫૦૦ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દારુનો જથ્થો પોતે રાજેશ દેવજી માતંગ દડીયાવાળા પાસેથી લીધાનું જણાવેલ તેને ફરાર જાહેર કર્યો હતો.
અન્ય દરોડામાં શહેરના અંધાશ્રમ આવાસ બ્લોક નં. ૯માં રહેતા કિશન ઉર્ફે કાનો ભગવાનજી લાલ (ઉ.વ.૨૮)ને ઇંગ્લીશ દારુની બે બોટલ, મોબાઇલ મળી ૫૮૦૦ના મુદામાલ સાથે એલસીબીએ જકાતનાકા રોડ, રેલ્વે ફાટક નજીકથી પકડી લીધો હતો, જયારે મોહનનગર શેરી નં. ૫માં રહેતા મનિષ હીરા સોલંકી (ઉ.વ.૩૯) ને વિદેશી દારુના એક ચપટા સાથે દરબારગઢ સર્કલ પાસેથી પકડી લેવાયો હતો.
આ ઉપરાંત લાલપુરના ઉગમણા ઝાંપે રહેતા જુમા મોતીભાઇ ધુંધા (ઉ.વ.૪૫) ને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે લાલપુર પરિવાર હોટલ રોડ પરથી પકડી લીધો હતો, તેમજ જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, કૃષ્ણનગર-૨માં રહેતા વેપાર કરતા સતિષ ભીમજી સીખલીયા (ઉ.વ.૩૮) ને સમર્પણ સર્કલ પાસેના રોડ પરથી વાહન ચેકીંગ દરમ્યાન આઇ-૨૦ કાર નં. જીજે-૧૦-ડીજે-૯૬૯૯માં વેચાણ અર્થે વિદેશી દારુની બે બોટલ લઇને નીકળતા દબોચી લીધો હતો, કાર-બોટલ મળી કુલ રુ. ૪,૦૧,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.