લોકસભાની ચુંટણી અનુસંધાને પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મળતી માહતી મુજબ આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી શાંતિપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આર્દશ આચાર સહિતાનો અમલ થાય. તે હેતુથી મોરબી જીલ્લા એલ.સી.બી. તથા તમામ પો.સ્ટે.ના થાણા અધિકારીઓને પ્રોહિબીશનની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરતા પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમો સિંકદર ઉર્ફે સીકલો કાદરભાઇ મોવર (મિંયાણા) ઉવ-૨૨ રહે. મોરબી વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ, મુળ રહે.કાંજરડા તા.માળીયા મી.જી.મોરબી પોરબંદર જેલ હવાલે, સાહિલ ઉર્ફે સવો રહેમાનભાઇ ચાનીયા (સંધી) ઉવ-૨૦ રહે.મોરબી કાલીકાપ્લોટ, સાયન્ટીફીક રોડ, શેરી નંબર-૧૧ તા.જી.મોરબીવાળો અમદાવાદ જેલ હવાલે, હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા (ભરવાડ) ઉવ-૨૪ રહે.મોરબી, કુબેર ટોકીઝ પાછળ,ધાર ઉપર, મફતીયાપરાવાળો લાજપોર સુરત જેલ હવાલે, યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા ઉવ-૨૪ રહે.અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબીવાળો વડોદરા જેલ હવાલે, તથા કિશનભાઇ પ્રવિણભાઇ લવા ઉવ-૨૩ રહે.જેપુર ત્રીમંદિર સામે, બ્રહમપુરી સોસાયટી, તા.જી.મોરબીવાળો વડોદરા જેલ હવાલે કરાયો પાંચે ઇસમો વિરુધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમોની સત્વરે અટકાયત કરવા સારૂ જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સામાવાળાઓને પકડી ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech