રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં પાર્ટીનો મેન્ડેડ ન હોઈ શકે તેવી વ્યવસ્થાથી વિપરીત જઈને ઇફકોમાં ભાજપે મેન્ડેટ આપ્યો હતો. પરંતુ તેના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરનો વિજય થયા પછી હવે આવતી તારીખ ૨૧ ના રોજ નાફેડમાં ડિરેકટરોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એક બેઠકમાં ભાજપ સાથે સંકળાયેલા પાંચ ઉમેદવારો મેદાનમાં હોવા છતાં દૂધથી દાઝેલો જેમ છાસ ફુકીને પીવે તેમ ભાજપનું મોવડી મંડળ હવે આ સહકારી ચુંટણીમાં મેન્ડેટ આપવાના મૂડમાં ન હોય તેવું જણાઈ રહ્યું છે.
નાફેડની આ ચૂંટણીમાં રાય કક્ષાના વિભાગમાં જેઠાભાઇ ભરવાડ બિન હરીફ ચૂંટાઈ ગયા છે. કૃષિ વિષયક સહકારી મંડળીઓના વિભાગની એક બેઠકની તારીખ ૨૧ ના રોજ યોજનારી ચૂંટણીમાં સાંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રાજકોટ જિલ્લા સહકારી બેંકના મગનભાઈ વડાવીયા સહિત પાંચ ઉમેદવારો મેદાનમાં છે અને પાંચે પાંચ ભાજપ સાથે સંકળાયેલા છે. પાર્ટી તરફથી મેન્ડેટ ન આવે તેવી શકયતા હોવાથી સહકારી ક્ષેત્રના આગેવાનોએ વિવાદ ટાળવા માટે અને સરવાનુમતે એક નામ પસદં કરવા પ્રયાસો હાથ ધર્યા છે.ઇફકોની માફક નાફેડ પણ રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થા છે. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ઈફકો)ની આ ચૂંટણીમાં કાલ બપોર સુધીમાં સમાધાન થઈ જાય તેવી શકયતા છે. કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech