તાજેતરમાં જાહેર થયેલા જીડીપીના આંકડાઓએ ભારતીયોને નિરાશ કર્યા હતા. લોકો હજુ આ આંચકામાંથી બહાર આવ્યા ન હતા ત્યારે ફિચે દેશને વધુ એક આંચકો આપ્યો. આ આંતરરાષ્ટ્ર્રીય રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં ભારતના જીડીપીમાં વૃદ્ધિનો અંદાજ સાત ટકાથી ઘટાડીને ૬.૪ ટકા કર્યેા છે. જો કે, ઘણા સૂચકાંકોના આધારે, ફિચે અર્થતંત્રની ગતિ જાળવી રાખવાની આશા વ્યકત કરી છે.
ફિચનું માનવું છે કે દેશવાસીઓની જરિયાતોને ધ્યાનમાં રાખીને કન્યુમર માર્કેટમાં સતત ખરીદીને કારણે અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોવા મળશે. જયારે સરકાર દ્રારા ડિજિટલાઇઝેશન અને ઇન્ફ્રાસ્ટ્રકચર માટે આપવામાં આવી રહેલી મદદ વિકાસનું ગ્રોથ એન્જિન બનશે. જો કે, ફિચે નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે આ અંદાજને ૨૦૨૫ની સરખામણીમાં થોડો વધારીને ૬.૫ ટકા કર્યેા છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૪ના અંદાજિત ૮.૨ ટકા કરતાં ઘણું ઓછું છે. ફિચે આ અંદાજ સાથે સ્પષ્ટ્રતા પણ કરી છે કે એસેટ પરફોર્મન્સના આધારે એવું કહી શકાય કે ભારતીય અર્થવ્યવસ્થા માટે વૃદ્ધિ ચાલુ રહેશે.
જો જીડીપી ગ્રોથના સંદર્ભમાં જોવામાં આવે તો ચાલુ વર્ષનો બીજો કવાર્ટર ઘણો ખરાબ રહ્યો હતો. જો આંકડાઓના આધારે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન જીડીપી ગ્રોથ માત્ર ૫.૪ ટકા રહેવાના સંકેત છે. જે છેલ્લા સાત કવાર્ટરમાં સૌથી નીચો છે. તેનું સૌથી મોટું કારણ દેશના શહેરી મધ્યમ વર્ગની ખરીદશકિતમાં ઘટાડો છે. મોંઘવારીમાં વધારાની સરખામણીમાં આવકમાં વધારો ન થવાને કારણે આ વર્ગને જીવન જરિયાતની ચીજવસ્તુઓ પાછળ ઓછો ખર્ચ કરવાની ફરજ પડી છે.
અત્યાર સુધી, દેશનો શહેરી મધ્યમ વર્ગ ભારતના વિકાસને વેગ આપવા માટે વિકાસના એન્જિન તરીકે કામ કરી રહ્યો છે. દેશમાં આર્થિક વિકાસના આવા ઘટતા અંદાજોથી ભારત સરકાર પણ સાવધાન થઈ ગઈ છે. નબળા આર્થિક વિકાસના આ અવરોધને દૂર કરવા માટે, કેન્દ્ર સરકારે તેના પ્રાથમિક આર્થિક એજન્ડામાં રોજગાર નિર્માણને રાખ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના હાથલા સ્થિત શનિ મંદિરે શનિવાર સાથે અમાસનો સંયોગની ધામધૂમપૂર્વક થતી ઉજવણી
March 31, 2025 12:14 PMસલાયા: ચૈત્રી નવરાત્રીની દીપ પ્રાગટ્ય દ્વારા કરાતી વિધિવત શરૂઆત
March 31, 2025 12:06 PMહળવદ : 10 પાડાઓને કતલખાને ધકેલાઈ એ પહેલા બચાવી લેવાયા
March 31, 2025 12:03 PMમલાઈકા કુમાર સંગાકારાને ડેટ કરી રહી હોવાની જોરદાર ચર્ચા
March 31, 2025 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech