અમેરિકાના આદેશના પગલે માછીમારોને કાચબા ન ફસાય તેવી જાળ વાપરવી પડશે

  • February 27, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરિયાઈ કાચબાના સંરક્ષણ માટે ભારતીય માછીમારોને ચેતવણી આપવામાં આવી છે કે માછીમારોની જાળ માંથી કાચબો બહાર નીકળી શકે તેવી ટીઈડી ડિવાઇસ લગાડવી ફરજીયાત કરવામાં આવશે. આ માટે ગુજરાત વિધાનસભા માં ગુજરાત માછીમારી નિયમ ૨૦૦૩માં સુધારો લાવવામાં આવશે.
આ અગાઉ ૨૦૧૮માં અમેરિકાની નેશનલ એન્ડ એટમોસ્ફિરેકલ એડમિનિસ્ટ્રેટિફિશરીઝના પ્રતિનિધિ મંડળે ગુજરાતની અને ભારતની મુલાકાત લીધી હતી જેમાં માછીમારોની જાળમાં ટર્ટલ એકઝીકયુટર ડિવાઇસ ના હોવાના કારણે દરિયાઈ કાચબા પર ખતરો મંડરાય રહ્યો છે. આથી જો આવી ડિવાઇસ નહીં લગાડવામાં આવે તો ભારતમાંથી માછલી ઝીંગા સહિતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ બધં કરી દેશે અમેરિકાની કાચબા ના સંરક્ષણ માટે ભારતીય માછીમારોને ને ચેતવણી આપતા દરિયાઈ કાંઠાના રાયો માટે માછીમારીની જાળમાં આ ડિવાઇસ લગાડવી ફરજીયાત કરાશે.
આ માટે ગુજરાત સરકાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન જ ગુજરાતમાંથી માછીમારી નિયમ ૨૦૦૩માં સુધારો કરશે અને માછીમારી કરતાં માછીમારોની જાળમાં ટીઈડી લગાડવાનું ફરજિયાત કરતી જોગવાઈ નો ઉમેરો કરશે દરિયાઈ કાચબા પાણીને સ્વચ્છ રાખતા હોવાથી પર્યાવરણ સુરક્ષા માટે અમેરિકા તેના સંરક્ષણનો આગ્રહ રાખી રહ્યું છે.
રાય સરકાર દ્રારા આ માટેનો ડ્રાટ તૈયાર કરી દેધો છે નિયમમાં સંભવિત સુધારાની અસર ના કારણે માછીમારોને પાસે રાય સરકારે વિવિધ વાંધા સૂચનો પણ મંગાવ્યા હતા. સરકારના કૃષિએ પશુપાલનને મત્સ્ય વિભાગ દ્રારા આ વાંધા સૂચનો પણ સરકારને મોકલી આપ્યા છે અંતિમ નિર્ણય કરતા પહેલા સરકાર આ સૂચનો પર ફેર વિચારણા કરશે. હાલ સુધારાને લઈને ડ્રાટ તૈયાર કરી દેવાયો છે ડ્રાટમાં માછીમારીના નિયમો ના નિયમ ૪૪ માં ટ્રોલ નેટ દ્રારા માછીમારી કરતી વખતે ટ્રોલ નેટના છેવાડે ટર્ટલ એકસકલુડર ડિવાઈસ જોડીયા વિના કોઈ ટ્રોલ નેટ નો ઉપયોગ કરી શકશે નહીં તે પ્રકારનો ઉમેરો કરવામાં આવ્યો છે.  અહીં નોંધવું જરી છે કે અમેરિકાએ ભારતે ફીસરીઝ પ્રોડકટના બહિષ્કારની ચેતવણી આપતા ભારતને ત્રણ અબજ ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે ૨૫૦૦૦ કરોડ પિયાનું નુકસાન જઈ શકે છે ભારતના કુલ દરિયાઈ ખાધની નિકાસમાં ગુજરાતનું યોગદાન નો હિસાબ કરવામાં આવે તો રાયના માછીમારોને વર્ષે ૧૦૦૦ કરોડ પિયાનો ફટકો પડે તેમ છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વિધાનસભામાં સુધારો લાવવાનો નિર્ણય કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application