રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની પહેલી આવક; રૂા.૧૬૫૧ના ભાવે મુહર્તના સોદા

  • January 17, 2024 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે નવા ઘઉંની સિઝનની પહેલી આવક થતા વેપારીઓએ શ્રીફળ વધેરી ફુલહાર કરી નવી આવકનું પૂજન કયુ હતું અને હરરાજીમાં પ્રતિ ૨૦ કિલોના ૧૬૫૧ના ભાવે મુહર્તના સોદા થયા હતા. સામાન્ય દિવસોમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૫૦૦ હોય છે પરંતુ મુહર્તના સોદામાં આજે તેનાથી ત્રણ ગણા કરતા વધુ ભાવ ઉપયા હતા.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની સિઝનની પહેલી ૩૦ મણની આવક થઇ હતી જેનો પ્રતિ ૨૦ કિલોના .૧૬૫૧ના ભાવે મુહર્તના સોદા થયા હતા.

રાણગઢ ગામના ખેડૂત મુકેશભાઇ ઘૂસાભાઇ નવા ઘઉં લઈને આવ્યા હતા જે તળાવીયા ટ્રેડિંગ મારફતે જય અંબે એન્ટરપ્રાઇઝએ ખરીધા હતા. અંદાજે પખવાડિયા પછી હવે ઘઉંની આવક પુરજોશમાં શ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application