આવતી કાલે પ્રથમ તબક્કાનું મતદાન: ૧૦૨ બેઠક પર ૧૬૨૫ ઉમેદવારોની અગ્નિ પરીક્ષા

  • April 18, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર ગઈકાલે થંભી ગયો હતો. પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે થશે . પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૨૧ રાયોની કુલ ૧૦૨ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં મતદારો ચૂંટણી લડી રહેલા ૧૬૨૫ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

આવતીકાલે પ્રથમ તબક્કા હેઠળ તમિલનાડુની તમામ ૩૯ બેઠકો, રાજસ્થાનની ૧૨ બેઠકો, ઉત્તર પ્રદેશની ૮, મધ્ય પ્રદેશની ૬, આસામની ૫, મહારાષ્ટ્ર્રની ૫, ઉત્તરાખંડની ૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની ૩, મણિપુરની બે, અણાચલ પ્રદેશની બે, મેઘાલયની બે, આંદામાન અને નિકોબારની ૧, મિઝોરમની ૧, નાગાલેન્ડની ૧, પુડુચેરીની ૧, સિક્કિમની ૧, લક્ષદ્રીપની ૧, ત્રિપુરાની ૧, જમ્મુ–કાશ્મીરની ૧ અને છત્તીસગઢની ૧ બેઠક પર મતદાન થવાનું છે.

૨૦૧૯માં પ્રથમ તબક્કામાં કુલ ૯૧ બેઠકો માટે મતદાન થયું હતું. જેમાંથી ૩૧ બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી. આ સાથે જ કોંગ્રેસના માત્ર નવ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા. આ સિવાય ૫૧ બેઠકો અન્ય પક્ષોએ કબજે કરી હતી.હવે ૨૦૨૪ની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાનનો વારો છે. પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તે બેઠકોના વિસ્તારોમાં ભાજપના પ્રચારનું નેતૃત્ત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. તેમણે અનેક રેલીઓ સંબોધી હતી તથા રોડ શો પણ કર્યા હતાં. વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતના પ્રધાનોએ પણ પ્રચાર કર્યેા હતો. કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએો પ્રચાર કર્યેા હતો. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની ૧૦૨ બેઠકોના વર્ષ ૨૦૧૯ની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો યુપીએએ ૪૫ અને એનડીએએ ૪૧ બેઠકો જીતી હતી.

તમિલનાડુમાં પ્રચારના અંતિમ દિવસે ડીએમકે નેતા અને મુખ્યપ્રધાન સ્ટાલિને આ વખતની ચૂંટણીને બીજી સ્વતંત્રતા ચળવળ ગણાવી હતી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં અનુક્રમે સહરાનપુર અને મોરાદાબાદમાં રેલીઓને સંબોધી હતી.

જમ્મુ–કાશ્મીરમાં વડાપ્રધાન મોદીએ રાયના લોકોને વિધાનસભા ચૂંટણી યોજવા અને રાયનો દરો આપવાની ખાતરી આપી હતી. અમિત શાહે પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ૩૦ સપ્ટેમ્બર સુધીની ડેડલાઇન પહેલા વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application