૮૩ ડેપ્યુટી કલેકટરોની ચૂંટણી તાલીમનો પાંચ દિવસનો પ્રથમ તબક્કો પૂર્ણ

  • February 03, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગપે ભારતના ચૂંટણી પચં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્રારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ માટે રાયકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા.૦૨ જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા પ્રથમ તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્રારા ૮૩ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી.


ભારતના ચૂંટણી પચં દ્રારા ઘડવામાં આવેલા નિયમો, તેને અનુપ અધતન સૂચનાઓ અને નિયત ચૂંટણી પ્રક્રિયાઓ થકી ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્વિત કરવા ભારતના ચૂંટણી પચં તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્રારા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસીય આ તાલીમ કાર્યક્રમમાં ઉમેદવારી પત્રો અને તેને સંલ બાબતો, –ના સંગ્રહ–પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલીંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ, મતગણતરી અને પરિણામોની જાહેરાત, પેઈડ ન્યૂઝ, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરીંગ કમિટી, આઈ. ટી. અપ્લિકેશન્સ તથા ખર્ચ નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી.


ગાંધીનગર અને રાજકોટ ખાતે તા. ૨૯મી જાન્યુઆરી, ૨૦૨૪થી તા. ૦૨જી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી યોજાયેલા આ પ્રથમ તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્રારા ૮૩ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને તમામ વિષયો પર વિગતવાર માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવ્યા હતા. આ તાલીમ બાદ ભારતના ચૂંટણી પચં દ્રારા તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓના આનલાઈન મૂલ્યાંકન પણ કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application