મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમના વધતા કેસોએ ચિંતા વધારી છે. તાજેતરમાં આ રોગને કારણે એક મૃત્યુના સમાચાર છે. આ મૃત્યુ જીબીએસને કારણે થયું હોવાની શંકા છે. ત્યારે 28 નવા કેસ સામે આવતા, પુણેમાં જીબીએસ કેસોની સંખ્યા 101 પર પહોંચી ગઈ છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, મેડિકલ ઓફિસરે માહિતી આપી છે કે શંકાસ્પદ જીબીએસને કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે. જોકે, તેમણે આ બાબતે વધુ વિગતવાર વાત કરી ન હતી.
ગુઇલેન બેર સિન્ડ્રોમ એક ન્યુરોલોજીકલ રોગ છે જેનો ઉપચાર કરી શકાય છે. હાલમાં, પુણેમાં 16 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ દર્દીઓમાં 19 બાળકો એવા છે જેમની ઉંમર 9 વર્ષથી ઓછી છે. 50 થી 83 વર્ષની વયના 23 દર્દીઓ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે 9 જાન્યુઆરીએ એક ગંભીર રીતે બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમનો જીબીએસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો, જેના કારણે તેઓ પુણેનો પહેલો કેસ બન્યો. દર્દીઓ પાસેથી પરીક્ષણ માટે લેવામાં આવેલા કેટલાક જૈવિક નમૂનાઓમાં કેમ્પાયલોબેક્ટર જેજુની બેક્ટેરિયા મળી આવ્યા છે. સી. જેજુની વિશ્વભરમાં જીબીએસના લગભગ ત્રીજા ભાગના કેસોનું કારણ બને છે અને તે સૌથી ગંભીર ચેપ માટે જવાબદાર છે.
ગુઇલેન-બેરે સિન્ડ્રોમ અથવા જીબીએસએ એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી તેના પોતાના પેરિફેરલ ચેતા પર હુમલો કરે છે. આનાથી સ્નાયુઓની નબળાઈ, નિષ્ક્રિયતા અને લકવો થઈ શકે છે. આ રોગ સામાન્ય રીતે શરૂઆતની સારવારથી મટી શકે છે અને 2-3 અઠવાડિયામાં રિકવરી જોવા મળે છે. મોટાભાગના દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. જોકે, કેટલાક દર્દીઓ પછી પણ નબળાઈની ફરિયાદ કરતા રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech