વન વિભાગના અધિકારીઓ અને પક્ષીનિરીક્ષકો દ્રારા હાથ ધરવામાં આવેલી પ્રથમ દરિયાકાંઠાના પક્ષી ગણતરીમાં ઓખાથી નવલખી સુધીના કચ્છના અખાતના કિનારે ૬૯,૦૦૦ પક્ષીઓ સહિત ૩.૪૩ લાખ પક્ષીઓ મળી આવ્યા છે. ઘણી લુમપ્રાય પ્રજાતિઓ પણ મળી આવી છે અને તેમના દસ્તાવેજીકરણથી વન અધિકારીઓને સંરક્ષણ પ્રયાસોને મજબૂત બનાવવામાં મદદ મળશે.
ત્રણ દિવસનો સર્વે મરીન નેશનલ પાર્ક અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત (બીસીએસજી) દ્રારા સંયુકત રીતે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ૧૦૦ થી વધુ પક્ષીનિરીક્ષકો જોડાયા હતા. આ સર્વે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં ઓખાથી નવલખી સુધીના દેવભૂમિ દ્રારકા, જામનગર અને મોરબી જિલ્લાના ૧૭૦ કિમીના દરિયાકાંઠાને આવરી લેવામાં આવ્યો હતો.
જામનગરના મરીન નેશનલ પાર્કના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (સીસીએફ) આર સેન્થિલ કુમારને જણાવ્યું હતું કે ગણતરી દરમિયાન કુલ ૨૪૬ પ્રજાતિઓ અને ૩૫ પ્રકારના પક્ષીઓ નોંધાયા હતા, જેમાં વિવિધ પ્રજાતિઓના આશરે ૩.૪૩ લાખ પક્ષીઓ હતા, જેમાં ૬૯,૦૦૦ વેડરનો સમાવેશ થાય છે. વેડર પક્ષીઓ, જેને શોરબર્ડ પણ કહેવાય છે, તે કિનારાઓ અને કાદવવાળા મેદાનો પર જોવા મળે છે.
પક્ષી નિરીક્ષકોએ ગ્રેટ નોટ, રેડ નોટ, કલ્ર્યુ સેન્ડપાઇપર, યુરેશિયન કલ્ર્યુ, બ્રોડ–બિલ્ડ સેન્ડપાઇપર, બાર–ટેલ્ડ ગોડવિટ, ગ્રેટ થિક ની, કોમન પોચાર્ડ, ડનલિન, ઓઇસ્ટરકેચર, ગ્રેટર સ્પોટેડ ઇગલ અને ઇન્ડિયન સ્કિમર જેવી કેટલીક લુપ્રાય પ્રજાતિઓ પણ જોઈ હતી. કુમારને વધુમાં જણાવ્યું કે અમે જાણતા હતા કે દુર્લભ અને લુપ્રાય પ્રજાતિઓ આપણા કિનારે આવી રહી છે પરંતુ હવે આનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.
જામનગરમાં મરીન નેશનલ પાર્કના મુખ્ય વન સંરક્ષક આર સેન્થિલ કુમારનએ જણાવ્યું હતું કે અમે જાણતા હતા કે દુર્લભ અને લુપ્રાય પ્રજાતિઓ આપણા કિનારે આવી રહી છે પરંતુ હવે તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ વસ્તીગણતરીથી અમે જાણીએ છીએ કે આ પક્ષીઓ કયાં ભેગા થઈ રહ્યા છે, કઈ પ્રજાતિઓ આવી રહી છે અને આ તેમના સંરક્ષણનું આયોજન તેમના રહેઠાણોમાં પેટ્રોલિંગ અને તેમના રહેઠાણને સુધારવા જેવી વ્યવસ્થાપન પ્રવૃત્તિઓમાં મદદ કરશે.
પક્ષી નિરીક્ષકોએ અત્યાર સુધીની કોઈપણ બિન–રેકોર્ડ કરેલ પ્રજાતિઓનું અવલોકન કયુ નથી. વન અધિકારીઓ આ પક્ષીઓના રહેઠાણ, પ્રજાતિઓ દ્રારા સંખ્યા, ઘનતા, તેમના માઈગ્રેશનના સમય અંગેના અને ફડ પેટર્ન ડેટાનું સંકલન કરી રહ્યા છે. પક્ષી નિરીક્ષકોએ લગભગ ૨૫ વેટલેન્ડસને પણ આવરી લીધા હતા, જેમાં નરારા, ખીજડિયા, મુલવેલ, પોશિત્રા અને ચરકલા જેવા સંરક્ષિત અને અસુરક્ષિત સ્થળોનો સમાવેશ થાય છે.
ભારતનું પ્રથમ નિયુકત દરિયાઈ અભયારણ્ય મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી દેવભૂમિ દ્રારકા, જામનગર અને મોરબી જિલ્લાના ભાગોને આવરી લે છે. સંરક્ષિત ઝોનમાં કચ્છના અખાતના દરિયાકિનારે ૧૭૦ કિમીમાં ૪૨ ટાપુઓ છે. આ પ્રદેશ તેના અને મેન્ગ્રોવ્સ માટે પણ નોંધપાત્ર છે.
મધ્ય એશિયન લાયવે પર આ વિસ્તારનું સ્થાન તેની સમૃદ્ધ પક્ષી વિવિધતામાં ફાળો આપે છે. અસંખ્ય યાયાવર પક્ષીઓ આ લાયવેનો ઉપયોગ કરે છે. જામનગરમાં ૩૦૦ થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ છે, જેમાં વેડર પણ છે. ક્રેબ પ્લોવર અને ગ્રેટ નોટ જેવી પ્રજાતિઓ જે ભાગ્યે જ ભારતમાં અન્યત્ર જોવા મળે છે તે અહીં જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech