રાજસ્થાનના અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર રાખવા માટે અરજી દાખલ કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ વિષ્ણુ ગુપ્તા પર ફાયરિંગ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આજે સવારે 7 વાગ્યે અજમેરથી જયપુર પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બે બાઇક પર સવાર થઈ આવેલા શખસોએ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે વિષ્ણુ ગુપ્તા પોતાના ડ્રાઇવર સાથે કાર દ્વારા અજમેરથી દિલ્હી જવા નીકળ્યા હતા. આ ઘટના લાડપુરા કલ્વર્ટ પાસે બની હોવાનું કહેવાય છે.
વિષ્ણુ ગુપ્તાના જણાવ્યા અનુસાર, આજે સવારે બે બાઇક પર આવેલા શખસો તેમની કારનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઇક સવારે તેની કાર પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ડ્રાઈવરે ગાડી ચાલુ કરી હતી. બાઇક પર સવાર અજાણ્યા શખસે તેમની કાર પર બીજીવાર ફાયરિંગ કર્યું હતું, આથી ગોળી કારના નીચેના ભાગમાં વાગી હતી. આ પછી હુમલાથી બચવા માટે કારને બમણી ગતિએ ચલાવવામાં આવી હતી.
દરમિયાન બાઇક સવાર શખસો ફાયરિંગ કર્યા પછી ભાગી ગયા હતા. ઘટના પછી વિષ્ણુ ગુપ્તાએ અજમેર પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જેના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) દીપક કુમાર અને સીઓ રામચંદ્ર ચૌધરી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, આ હુમલામાં વિષ્ણુ ગુપ્તા અને તેમના ડ્રાઇવરને કોઈ ઈજા થઈ નથી.
દરગાહ વિવાદ કેસની સુનાવણીને કારણે વિષ્ણુ ગુપ્તા ગઈકાલે અજમેરમાં હતા. આજે વહેલી સવારે તે કાર દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. તેમણે જણાવ્યું કે, આ ઘટના લાડપુરા કલ્વર્ટ પાસે બની હતી. ગુપ્તાએ અગાઉ ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશનમાં સતત જાનથી મારી નાખવાની ધમકીઓ અંગે ફરિયાદ નોંધાવી હતી. જોકે, તેમની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ન હતી. વિષ્ણુ ગુપ્તાની સુરક્ષા માટે એક પોલીસકર્મી પણ તહેનાત કરવામાં આવ્યો હતો. ગુપ્તાની સુરક્ષા માટે એક પોલીસકર્મી તહેનાત હોય છે, પરંતુ દિલ્હી પાછા ફરતી વખતે વિષ્ણુ ગુપ્તા ડ્રાઇવર સાથે કારમાં એકલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન પર ભારતની વોટર સ્ટ્રાઈક, ચિનાબ નદી પર સલાલ ડેમના વધુ દરવાજા ખોલ્યા
May 09, 2025 10:34 AMમાવઠાનું જોર ઓછું થયું છતાં આજે રાજ્યભરમાં વરસાદનું યલો એલર્ટ યથાવત
May 09, 2025 10:29 AMબોર્ડની પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં જ જુન માસમાં લેવા નિર્ણય
May 09, 2025 10:27 AMજસદણના ડૉ રામાણીને ગર્ભ પરીક્ષણ મામલે ૧૮ માસની સજા -૨૫ હજાર દંડ
May 09, 2025 10:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech