લંડનમાં રેસ્ટોરન્ટમાં ફાયરિંગ: નવ વર્ષની ભારતીય બાળકી ઘાયલ

  • May 31, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લંડનની એક રેસ્ટોરન્ટમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ગોળીબારમાં ૯ વર્ષની એક ભારતીય બાળકી પણ ઘાયલ થઈ છે. બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, યાં તેની હાલત નાજુક છે. યુવતી કેરળના એર્નાકુલમની રહેવાસી છે. શૂટરોએ બાઇક ચલાવતા સમયે ગોળીબાર કર્યેા હતો અને બાદમાં નાસી છૂટા હતા.
ઉત્તર લંડનમાં એક રેસ્ટોરન્ટમાં ડ્રાઈવ–બાય ગોળીબારમાં ૯ વર્ષની બાળકીને ગોળી વાગી હતી અને તેને ઈજા થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, યાં તે પોતાના જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. યુવતી ભારતના કેરળની છે. તેણીની ઓળખ એર્નાકુલમના ગોથુથની રહેવાસી લીઝલ મારિયા તરીકે થઈ છે. આ હત્પમલો તે સમયે થયો યારે તે તેના પરિવાર સાથે ડિનર કરી રહી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના ચોરીની મોટરસાઇકલનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. વાસ્તવમાં પીડિત છોકરી કે તેના માતા–પિતા શુટર્સના ટાર્ગેટ ન હતા. ઊલટાનું, રેસ્ટોરન્ટની બહાર ત્રણ લોકો બેઠા હતા. તેમની ઉંમર ૨૬, ૩૭ અને ૪૨ વર્ષ છે. ટીનીને પણ ગોળી વાગી છે, પરંતુ તેની હાલત સ્થિર છે. લીઝલ, જે તેના પરિવાર સાથે અંદર જમતી હતી, તે અકસ્માતે તેની સાથે અથડાઈ હતી. ડિટેકટીવ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ જેમ્સ કોનવેએ કહ્યું અમે પણ આ ઘટનાને લઈને અત્યતં ચિંતિત છીએ .અંધાધૂંધ ગોળી ચલાવવામાં આવી છે. જવાબદારોને ઓળખવા અને પકડવા માટે તાત્કાલિક તપાસ શ કરી છે.' પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રણ ઘાયલ પુષો અને બાળકી એકબીજાને કોઈપણ રીતે ઓળખતા નથી. બાળકી ભૂલ થી જ અંધાધૂંધ ગોળીબારનો શિકાર બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application