દિપાવલીનું પર્વ નજીક આવતા જ જૂનાગઢ જિલ્લ ામાં ફટાકડાના સ્ટોલ ગોઠવાઈ ગયા છે.બજારમાં હાલ ૧૦૦થી વધુ વેરાયટીના ફટાકડાઓ જોવા મળી રહ્યા છે. પ્રદૂષણને લઇ ઈકો ફ્રેન્ડલી ફટાકડાઓની પણ વધુ માંગ છે.સેલિબ્રેશન, એન્ગ્રીબર્ડ, ડ્રોન, લાયન, ઇકો ફ્રેન્ડલી ફટાકડા ઉપરાંત અવનવી વેરાયટીના બોમ્બ અને રોકેટ પસંદગી રહેશે.દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે બજારમાં આમ તો આખું વર્ષ ફટાકડા મળે છે પરંતુ દિવાળી માટે ખાસ અવનવી વેરાઈટીઓમાં ફટાકડાનું વેચાણ થાય છે વધતી જતી મોંઘવારીમાં દિવાળીના તહેવારને પણ ગ્રહણ લાગ્યું છે .આ વર્ષે ફટાકડાની અનેક વેરાઈટીઓમાં ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.હોલસેલ વેપારીઓ શીવાકાશીથી ઉપરાંત રાજકોટ , ધોરાજી,નડિયાદ અને અમદાવાદથી ખરીદી કરે છે.જૂનાગઢના ફટાકડાના હોલસેલ વેપારીના જણાવ્યા ફટાકડામાં નાના બાળકોથી લઇ મોટેરાઓ ફોડી શકે તેવી ૧૦૦ થી વધુ વેરાયટીઓ આવે છે..૨૫ થી લઈ૧૫ હજાર સુધીના વિવિધ પ્રકારના ફટાકડાઓ ઉપલબ્ધ છે.ડ્રોન ફટાકડા અને ઇકો ફ્રેન્ડલી ફટાકડાઓનું વધુ ચલણ છે.હાલ ફટાકડામાં ધીમીધારે માંગ થઈ રહી છે.પરંતુ અંતિમ દિવસોમાં ખરીદી માટે ઘસારો રહેશે તેવી વેપારીએ આશા સેવી છે.જૂનાગઢમાં અંદાજિત ૮કરોડના ફટાકડા ફટશે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે.માર્કેટમાં દર વર્ષે અવનવી વેરાયટીઓ આવે છે.આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ફટાકડાઓ કે જે બાળકો પણ ફોડી શકે તેની હજુ સુધી વધુ માંગ રહી છે જેમાં ચોકલેટ ચક્કર, લાયન ,એન્ગ્રીબર્ડ,પેન્સિલ શોટ, આ વખતે તો દિવાળીમાં ચોકલેટ ખવાશે પણ અને ફટશે પણ જેમાં અવનવી કેટબરી પના સેલિબ્રેશન ફટાકડા આવ્યા છે, છોટાભીમ, રાજુ કાલીયા, પંચગવ્ય અનેબાળકો માટે ખાસ પોપઅપ, પીકોક મ્યુઝિકલ રોલ, પ્લેગન, મ્યુઝિકલ ટ્રેકર , લેશ ગન અને લાઈટ થાય તેવી ગન પણ આવી છે.સ્કાય ફટાકડાઓમાં એકી સાથે સાત થી લઇ ૧૦૦ શોટ સુધીના અવનવા કલર અને અવાજ સાથેના રોકેટ, અને આ વખતે૨૦ થી૨૫ ફટ ઉપર ફટે તેવા ડ્રોન ફટાકડાની પણ ડિમાન્ડ છે. સુતળી બોમ,૧૦૦ થી લઈ ૧૦ હજાર ફટે તેવી તડાફડી, ઉપરાંત પ્રદૂષણ અને અવાજ ન થાય તેવા ફુલઝર, જમીન ચકરી, ઝાડ સહિતના ફટાકડાની તો પુષ્કળ માંગ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત–ઈંગ્લેન્ડ ટી–૨૦ મેચની ટિકિટના બમણા ભાવથી ક્રિકેટ પ્રેમીઓમાં કચવાટ
January 22, 2025 03:33 PMજયાં ફકત મહિલા ડોકટરો હશે તે હોસ્પિટલમાં મૃત્યુદર વાર્ષિક ૧૫ થી ૨૦ ટકા ઘટી જશે: સર્વે
January 22, 2025 03:30 PMAIની મદદથી ૪૮ કલાકમાં જ કેન્સરની તપાસથી લઈને વેકિસન પણ તૈયાર થશે
January 22, 2025 03:28 PMટ્રમ્પ એઆઇ પર કરશે ૫૦૦ ડોલરનું રોકાણ,એક લાખથી વધુને નોકરીની તક
January 22, 2025 03:24 PM૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech