કેલિફોર્નિયાના જંગલમાં ફેલાયેલી આગથી લોસ એન્જલસમાં એવી તબાહી મચી ગઈ છે કે દરેક વ્યક્તિ ડરી ગઈ છે. આગને કારણે લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી રહી છે, જેમાં અમેરિકન ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. આ આગ હોલીવુડ હિલ્સને પણ પોતાની ઝપેટમાં લઈ ગઈ છે. આ આગ હજુ સુધી કાબુમાં આવી નથી.
અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કાઉન્ટી લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હવે વધુ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ ભયાનક આગમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ઓછામાં ઓછો 24 પર પહોંચી ગયો છે. આ આગમાં હજારો ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ એટલી ભયાનક બની ગઈ કે તેને જોઈને કોઈ પણ વ્યક્તિ ધ્રુજી ઉઠશે.
જંગલોથી શહેરો સુધી ફેલાઈ ગયેલી આ આગને કારણે લોસ એન્જલસ અને હોલીવુડ હિલ્સમાં વિનાશ થયો છે, જેના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ ભયાનક આગમાં 12,000 થી વધુ ઘરો ઝપેટમાં આવી ગયા છે. આનાથી સાન્ટા મોનિકા અને પેસિફિક મહાસાગર વચ્ચે બનેલા ઘણા મોંઘા ઘરો પર પણ અસર પડી છે. માલિબુ માટે એક નવી ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
ભીષણ આગને કારણે રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમનો વિદેશ પ્રવાસ રદ કર્યો છે. આ દરમિયાન, ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેલિફોર્નિયાના ગવર્નર પર પ્રહાર કરતા જોવા મળ્યા. અધિકારીઓએ દક્ષિણ કેલિફોર્નિયામાં ખતરનાક જંગલી આગની સ્થિતિ માટે ભારે પવન અને સૂકી વનસ્પતિને જવાબદાર ઠેરવી છે.
ઘણી જગ્યાએ આગ કાબુ બહાર ગઈ છે, જેના કારણે હોલીવુડના ઘણા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રદ કરવામાં આવી રહેલા કાર્યક્રમોમાં પામેલા એન્ડરસનની ફિલ્મના પ્રીમિયરનો સમાવેશ થાય છે. દક્ષિણ કેલિફોર્નિયા ક્ષેત્રમાં લાગેલી વિનાશક જંગલની આગને કારણે 97મા એકેડેમી એવોડ્ર્સ માટે નામાંકનોની જાહેરાત 19 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. ઓસ્કાર નોમિનેશનની જાહેરાત મૂળ 17 જાન્યુઆરીએ થવાની હતી.
એવો અંદાજ છે કે આગને કારણે લગભગ 135 બિલિયન ડોલરથી 150 બિલિયન ડોલરનું નુકસાન થશે. જોકે, સરકારી અધિકારીઓએ હજુ સુધી નુકસાનનો અંદાજ કાઢ્યો નથી. લોસ એન્જલસને વિશ્વના સૌથી મોંઘા વિસ્તારોમાંનો એક ગણવામાં આવે છે. અહીં હોલીવુડ સેલિબ્રિટીઓના કરોડો રૂપિયાના વૈભવી બંગલા છે. અત્યાર સુધી સેલિબ્રિટીઓના ઘર આગમાં બળીને રાખ થઈ ગયા છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેલિફોર્નિયાના અધિકારીઓ પર અયોગ્યતાનો આરોપ લગાવ્યો. ટ્રમ્પે તેના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર કહ્યુ કે આ આપણા દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ આફતોમાંની એક છે.
રાષ્ટ્રીય હવામાન સેવાએ જણાવ્યું હતું કે ગઈકાલે દિવસ દરમિયાન પવન ધીમો પડ્યો હતો અને રાત્રે ફરી તેજ બન્યો હતો. પલિસેડ્સ આગ 11 ટકા કાબુમાં આવી હતી પરંતુ તે વધીને 23,600 એકર (9500 હેક્ટર) થઈ ગઈ હતી, જ્યારે ઇટન આગ 14000 એકર અને 15 ટકા કાબુમાં આવી હતી.
લોસ એન્જલસમાં લાગેલી વિનાશક આગ વચ્ચે, હોલીવુડ અભિનેત્રી એન્જેલીના જોલી અને તેનો 16 વર્ષનો પુત્ર નોક્સ જરૂરિયાતમંદોને મદદ કરવા આગળ આવ્યા હતા. પ્રપ્ત માહિતી મુજબ, ગુરુવારે, માતા અને પુત્ર વિનાશક આગથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે ખોરાક અને પાણીની ખરીદી કરતા જોવા મળ્યા હતા.
એન્જેલીના જોલીએ ખુલાસો કર્યો કે તે લોસ ફેલિઝમાં તેના ઘરમાં લોકોને વ્યક્તિગત રીતે આશ્રય આપી રહી છે. જેમી લી કર્ટિસે, તેના પતિ ક્રિસ્ટોફર ગેસ્ટ સાથે મળીને આગના પીડિતોને 1 મિલિયન યુએસ ડોલરનું દાન આપીને ચચર્મિાં રહ્યા હતા.
કાઈલી જેનર, માર્ક ઝુકરબર્ગ, પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલે પણ સ્થાનિક રાહત સંસ્થાઓને ટેકો આપ્યો હતો. બીજી બાજુ, જેનિફર ગાર્નરે વર્લ્ડ સેન્ટ્રલ કિચન સાથે સ્વયંસેવા આપી અને આ ભયંકર આફતથી પ્રભાવિત લોકોને કોણે ભોજન કરાવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech