રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં સિંધી કોલોનીમાં આવેલી જલારામ બેકરીમાં ગઈકાલે અચાનક પ્રચડં ધડાકા સાથે આગ ભભુકી હતી. બ્લાસ્ટ થતાં અર્ધેા કિ.મી.થી વધુ અંતર સુધી મકાનો ધણધણી ઉઠયા હતા. લોકો ઘર બહાર નીકળી ગયા હતા. બ્લાસ્ટ આગથી બેકરીમાં કામ કરતા બે શ્રમીક દાઝી જતાં સારવારમાં ખસેડાયા હતા. બનાવના પગલે પોલીસ ખુદ મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓ સ્ટાફ પણ દોડી ગયો હતો. બેકરી બહાર જ જીએસપીસીની ગેસ લાઈન રીપેરીંગ કામ ચાલુ હતું. બેકરીમાં એસી ચાલુ કરતા જ બ્લાસ્ટ થયો હતો અને આગ ભભુકી ઉઠી હતી. આગનું ચોકકસ કારણ જાણવા એફએસએલ નિષ્ણાંતની ટીમની મદદ લેવાઈ હતી.
સિંધી કોલોનીમાં જલારામ બેકરી અને બાજુમાં જ અડીને જલારામ ફાસ્ટ ફત્પડ નામે કેબીન છે. બેકરીમાં બ્લાસ્ટ થયો હતો. બેકરીમાં કામ કરતા બે પરપ્રાંતીય વિમલ યાદવ, કમલ યાદવ નામના બે શ્રમીક દાઝતા તાત્કાલીક સારવારમાં ખસેડાયા હતા. બેકરીએ વસ્તુ લેવા આવેલો એક તરૂણ પણ દાઝયો હતો. એસીની સ્વીચ ચાલુ કરતા જ બ્લાસ્ટ થયો હતો. ફત્પડ કેબીનના ફત્પરચા ઉડી ગયા હતા.
બ્લાસ્ટ એટલો પ્રચડં હતો કે, અંદાજે અધર્ો કિ.મી.થી વધુના વિસ્તારમાં અસર થઈ હતી. ભુકપં કે કોઈ ભુગર્ભીય ધડાકો થયો હોય તે રીતે મકાનો, દુકાનો, સંકુલો ધણધણી ઉઠયા હતા. બારી, દરવાજાઓ ધડાધડ ભટકાયા કે ખખડી ગયા હતા. લોકો ગભરાહટ સાથે ઘર બહાર દુકાનો બહાર નીકળી રસ્તા પર આવી ગયા હતા.
સિંધી કોલોનીમાં બેકરીમાં બ્લાસ્ટ થયાનું જાણવા મળતા લોકો તે તરફ દોડયા હતા. આગ લાગ્યાની સાથે બેકરીની આસપાસના રહેણાંકો, ધંધાર્થીઓ દ્રારા પાણીમારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ કર્યેા હતો. ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલીક ટીમ પહોંચી હતી અને આગ બુઝાવી હતી. બનાવના પગલે ખુદ મ્યુનિ. કમિશનર, ડેપ્યુટી કમિશનર, ફાયર ઓફિસરની ટીમ દોડી ગઈ હતી. બેકરી સંચાલક દિપકભાઈ આભનાણીના તેમજ અન્ય આસપાસના લોકોએ ત્યાં પહોંચેલી ફાયર ટીમ પોલીસને એવી વિગતો આપી હતી કે, ગેસ લાઈન રીપેરીંગ કામ સવારથી ચાલુ હતું. ગીસ લીક થતો હોય તેવી તીવ્ર વાસ પણ આવતી હતી. જીએસપીસીની લાઈન રીપેર ટીમને ગેસ વાસની જાણ કરાઈ હતી છતાં ગેસ પુરવઠો લાઈન બધં કર્યા વિના રીપેરીંગ કામ ચાલુ હતું અને ગેસ લીક થતો રહ્યો હતો.
બેકરીની પાસે જ બનાવેલા ફત્પડ સ્ટોલમાં આગ લાગી હતી. ગેસ લીકેજના કારણે આગ લાગી કે શોર્ટ સર્કીટ, લાઈટ ચાલુ કરતા સ્પાર્ક થવાથી આગ લાગી તે કોઈ કારણ સ્પષ્ટ્ર થયું ન હતું. જેથી એફએસએલ રીપોર્ટ પરથી આગનું કારણ બહાર આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech