રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર બિગ બઝાર ચોકમાં આવેલા એટલાન્ટિસ હાઇરાઇઝ રેસિડેન્સીયલ એપાર્ટમેન્ટમાં ગઇકાલે ધુળેટીના તહેવારના દિવસે છઠ્ઠા માળે ભભુકેલી વિકરાળ આગમાં ત્રણ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યાની દુર્ઘટનામાં ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં એવું ધ્યાને આવ્યું હતું કે આ બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ તો હતા પરંતુ વર્કિંગ કન્ડિશનમાં ન હતા મતલબ કે વપરાશને લાયક ન હતા. દરમિયાન આ મામલે આજે ખુલતી કચેરીએ એપાર્ટમેન્ટને નોટિસ ફટકારવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઉપરોક્ત હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટી સિસ્ટમ હતી પરંતુ તે વપરાશને લાયક કાર્યક્ષમતા ધરાવતી નહીં હોવાનું પ્રાથમિક સ્થળ તપાસમાં ધ્યાને આવ્યું હતું, નિયમ મુજબ ફાયર સેફટી સિસ્ટમ હોવી અને ઉપયોગમાં લેવાને લાયક હોવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ મહાપાલિકાના પરિપત્ર મુજબ હવે શહેરમાં કોઇ પણ સ્થળે આગે તો નોટિસ આપીને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવાની થાય છે ખાસ કરીને ફાયર એનઓસી રિન્યુ હતું કે નહીં ? તે સહિતની બાબતોની હવે ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એટલાન્ટિસ હાઇરાઇઝ એપાર્ટમેન્ટની વિકરાળ આગ બુઝાવવા માટે કાલાવડ રોડ ફાયર સ્ટેશન, મવડી ફાયર સ્ટેશન, રામાપીર ચોકડી ફાયર સ્ટેશન, કનક રોડ મુખ્ય ફાયર સ્ટેશન સહિત કુલ પાંચ ફાયર સ્ટેશનના ૫૦થી વધુ ફાયરમેનના કાફલાએ સ્થળ ઉપર પહોંચીને આગ બુઝાવી હતી, આ આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
તદઉપરાંત ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ એ બાબત પણ મહત્વપૂર્ણ છે કે પ્રથમ વખત હાઇડ્રોલિક પ્લેટફોર્મ (સ્નોરકલ)ની મદદથી હાઇરાઇઝ બિલ્ડીંગના છઠ્ઠા માળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહીશોને બહાર કાઢવામાં આવ્યા હતા.
હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીમાં શું હોવું જરૂરી ?
(૧) ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ
(૨) દરેક ફ્લોર ઉપર નિર્ધારિત ક્ષમતાના ફાયર એક્સટીંગ્યુસર
(૩) દરેક ફ્લોર ઉપર હોઝ રિલ અને હોઝ પાઇપ
(૪) ટેરેસ ઉપરના પાણીના ટાંકા અને ગ્રાઉન્ડ ફ્લોરના પાણીના ટાંકા સાથે હોઝ પાઇપ અને હોઝ રિલનું કનેક્શન
(૫) દરેક ફ્લોર ઉપર આગ બુઝાવવા માટેનો ૬ કિલોગ્રામ ડ્રાઇ કેમિકલ પાઉડર
(૬) દરેક ફ્લોર ઉપર એબીસી અને સીઓટુના ૪.૫ કિલોગ્રામના ફાયર એક્સટિન્ગ્યુશર
(૭) મેઇન પમ્પ અને જોકી પમ્પ
(૮) ઉપરોક્ત તમામ સાધનો ઉપલબ્ધ હોવા ઉપરાંત વપરાશને લાયક કાર્યક્ષમતા ધરાવતા હોવા અત્યંત જરૂરી
(૯) ફાયર સેફટી સિસ્ટમ અને તેના સાધનોનું નિયમિત અને સમયસર મેન્ટેનન્સ થતું હોવું જરૂરી
(૧૦) હાઇરાઇઝ બિલ્ડીંગનું ફાયર એનઓસી હોવું અને સમયાંતરે રિન્યુ થતું હોવું જરૂરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરકંડા મર્ડર મામલો...જાણો ક્યાં કારણે થયું મર્ડર
March 15, 2025 04:51 PMજામનગરના પૂર્વ રાજ્યમંત્રીએ વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે ધુળેટીના પર્વની પારિવારિક ઉજવણી કરી
March 15, 2025 04:44 PMદરબારગઢ ગોલા રાણાના ડેલા પાસે હોલિકા દહનની આસ્થાભેર ઉજવણી.
March 15, 2025 04:17 PMલોઠડા પાસે ત્રણ મિત્રો તળાવમાં ડૂબ્યા: બેનો બચાવ એકનું મોત
March 15, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech