છ મહાપાલિકા, ચાર નગરપાલિકાના ફાયર બ્રિગેડના સ્ટાફને વાયબ્રન્ટમાં ડયુટી સોંપાશે

  • January 04, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ પુરી થઇ ગઇ છે. ત્યારે સમિટ દરમિયાન આગના બનાવોને ટાળવા માટે ફાયર બ્રિગેડ નો એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે જેમા પાલિકાની ટીમના ૧૦૦ જેટલા સદસ્યો ૧૫ સ્થળ પર ખડે પગે ફરજ બજાવશે.આ માટે કર્મચારીઓને કામગીરી સોપવામાં આવી રહી છે. દેશ અને વિદેશના મહેમાનો પાટનગરના મહેમાન બનતા હોય છે. ત્યારે તેમની સુરક્ષા પણ મહત્વની બની ગઇ છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન આગના બનાવો ટાળવા માટે ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવશે.

આ દિવસો દરમિયાન મહાનુભાવો અને વિદેશી મહેમાનો મહાત્મા મંદિર અને સેકટર ૧૭ એકિઝબિશન સેન્ટરમાં મુલાકાત કરશે. તેમની સાથે દેશના પીએમથી લઇને અન્ય રાયના પ્રધાન પણ આવી શકે છે. ત્યારે તમામ મહેમાનોની સુરક્ષાને લઇ ફાયર બ્રિગેડની ટીમને પણ તૈયારી કરી દેવામાં આવી છે. કર્મચારીઓને તેમની કામગીરીની સોંપણી કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર સમિટ દરમિયાન જો આગનો બનાવ બને તો ફાયરની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેમાં પાકિગથી લઇને મહાત્મા મંદિર સુધી અલગ અલગ જગ્યાએ ૧૫ પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. આ સમિટમાં ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની ટીમ ફરજ બજાવશે. યારે માણસા, મહેસાણા, હિંમતનગર અને જામખંભાળિયા નગર પાલિકાની ટીમ પણ કામગીરી કરશે. યારે સચિવાલયના હેડલી પેડ પાસે બે વોટર ટેન્કર અને એક વોટર બાઉઝર મુકાશે. તે ઉપરાંત એકિઝબિશન સેન્ટરમાં ૧૧ અને ૧૨ નંબરના ડોમ વચ્ચે એક વોટ ટાવર વાહન, ૭ નંબર પાસે મીની ફાયર ટેન્કર, ફડ કોર્ટ પાસે અને એકિઝબિશન સેન્ટરના ૯ નંબર પાસે વાહન સ્ટેન્ડ બાય રખાશે. યારે સમિટના ૧૫ પોઇન્ટ ઉપર ૧૭ ડ્રાઇવર, ૬૫ ફાયરમેન અને ૧૦ ઓફિસરને ફરજ સોપવામાં આવી છે.

આ ઉપરાંત વાઇબ્રન્ટ દરમિયાન એકિઝબિશન સેન્ટરમાં ઇલેકટ્રીક શોર્ટ સર્કિટ જો થાય તો તુરત બચાવ કાર્ય કરી શકાય તેને ધ્યાનમાં રાખીને ડોમની અંદર એજન્સીના બે –બે ફાયર મેન સવાર અને રાત્રી દરમિયાન ફરજ બજાવશે તેની સાથે ઇલેકિટ્રકલ સુપરવાઇઝરને ડોમના સ્થળે ખડેપગે રાખવામાં આવશે. આગામી વાઇબ્રન્ટ સમિટ ને લઈને મહાનગરપાલિકાના ફાયર સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે જેઓ આગામી બે ત્રણ દિવસમાં જ તેમના પોઈન્ટ પણ સંભાળી લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application