શહેરના રૈયા ગામમાં આવેલી અંજલી પ્લાયવુડ એન્ડ હાર્ડવેર નામની દુકાનમાં આજરોજ સવારના સવારના સુમારે આગ ભભૂકી હતી. જેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં દુકાનમાં રહેલ પ્લાયવુડનો સામાન સળગીને ખાક થઈ જતા અંદાજિત ૧૫ લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. શોટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, રૈયા ગામમાં આવેલી અંજલી પ્લાયવુડ અને હાર્ડવેર નામની દુકાનમાં આજરોજ સવારના ૧૦:૩૦ વાગ્યા આસપાસ આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા રામાપીર ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી. અહીં દુકાનમાં રહેલ સામાન તથા હાર્ડવેર મટરિયલમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવી આગ બુજાવી નાખી હતી. આગની આ ઘટનામાં દુકાનમાં રહેલ ફર્નિચર હાર્ડવેરનો સામાન, પ્લાયવુડ પ્લાસ્ટિકનો સામાન સહિતનો સામાન સળગીને ખાક થઈ ગયો હતો. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આ દુકાન ચંદુભાઈ દામજીભાઈ બદરકીયા અને રસિકભાઈ બદરકીયા ચલાવતા હોવાનું આગની આ ઘટનાના પગલે બનાવસ્થળે માલિક ચંદુભાઈ બદરકિયા આવી પહોંચ્યા હતા. શોટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આગમાં દુકાનમાં રહેલ તમામ સામાન સળગીને ખરાબ થઈ જતા અંદાજિત ૧૫ લાખનું નુકસાન થયું હોવાનું દુકાન માલિક પાસેથી જાણવા મળ્યું છે. સવારના સુમારે દુકાન બધં હોવાથી આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech