શહેરના જુના બંદરરોડ પર આવેલા ટ્રાન્સપોર્ટ હસ્તકના સિમેન્ટના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા અગ્નિશામક દળે દોડી જઈ ત્રણ ગાડી પાણીનો છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ તેમજ બે ટેમ્પો અને એક બોલેરોને ભારે નુકશાન થયાનું જાણવા મળ્યું હતું.
શહેરના જુનાબંદર રોડ પર ડાયા પોચાના ખાંચામાં જોરસંગભાઈ જગાભાઈ પરમારની માલિકીના જયભાવની ટ્રાન્સપોર્ટ હસ્તકના સિમેન્ટના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી.
આગની જાણ થતા અગ્નિશામક દળ દોડી ગયું હતું. અને ત્રણ ગાડી પાણી છાંટી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રાન્સપોર્ટની ઓફિસ તેમજ ટેમ્પો નંબર જી. જે. ૦૪વાય ૪૦૬૨, ટેમ્પો નંબર જી. જે. ૦૧બી. ટી. ૪૧૨૨ તેમજ બોલેરો નંબર જી. જે. ૦૪એ ડબ્લ્યુ ૮૩૮૪ આગની લપેટમાં આવી જતાં ભારે નુકશાન થયું હતું. મધરાત બાદ લાગેલી આગનું કારણ તેમજ નુકશાનીનો સાચો આંક પ્રાપ્ત થયો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech