બામણબોર જીઆઈડીસીમાં ગ્રીનપ્લાય ફેકટરીમાં કેમિકલ લીકેજ સાથે આગ

  • June 14, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હીરાસર પાસે આવેલી બામણબોર જી.આઈ.ડી.સી.માં ગ્રીનપ્લાય ફેકટરીમાં આજે સવારે ટેન્કરમાંથી જોખમી કેમિકલ લિકેજ થતા અફરાતફરી મચી ગઈ હતી. દરમિયાન નજીકમાં વેલ્ડીંગના કારણે પ્લાયના જથ્થામાં વિકરાળ આગ ભભૂકી હતી. જેના કારણે ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ, ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, તેમજ જિલ્લા ઉધોગ સલામતી અને આરોગ્ય ખાતા સહિતની ટીમો દોડતી થઈ ગઈ હતી. દરમિયાન આગ કાબુમાં ન આવતા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને બામણબોર બોલાવાઈ હતી. આખરે સંયુકત કવાયત પછી આગને કાબુમાં લેવામાં આવી હતી. દરમિયાન ધુમાડાના કારણે બે વ્યકિતને ગુંગળામણ થતા એમ્બ્યુલન્સ મારફત સારવામાં ખસેડવામાં આવી હતી. આખરે આ કવાયત મોક ડ્રીલ હોવાનું ખુલતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

રાજકોટના બામણબોરમાં આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે એક ટેન્કર આવ્યું ત્યારે તેમાંથી અચાનક જ જોખમી કેમિકલ લીક થવાનું શ થયું હતું. કંપનીના કર્મચારીઓ આ કેમિકલને પાણીથી વોશઆઉટ કરે તે પહેલા જ નજીકમાં પડેલા લાકડાના જથ્થામાં આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે કંપનીના કર્મચારીઓ ફાયર એકિંસટગ્વીશર સાથે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યેા હતો. દરમિયાન ઇમરજન્સી ૧૦૮ને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની બે ટીમ, પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ જિલ્લા ઉધોગ સલામતી અને આરોગ્ય ખાતાની ટીમો તેમજ અન્ય વિભાગની ટીમો દોડતી આવી હતી.
એક તરફ આગને કાબુમાં લેવાની કવાયત ચાલુ હતી, તે દરમિયાન બે વ્યકિત ધુમાડાના કારણે ગુંગળાઈને ઢળી પડી હતી. આથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવારમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન પોલીસે આવીને ભીડને નિયંત્રિત કરી હતી.

કંપનીના કર્મચારીઓ દ્રારા અિ શમનના પ્રયાસો છતાં આગ કાબુમાં ન આવતાં આખરે રાજકોટ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. એ પછી રાજકોટની ફાયર બ્રિગેડની ટીમે આવીને આગને કાબુમાં લીધી હતી. આખરે મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.આ તકે રાજકોટ પ્રાંત – ૨ અધિકારી આસિ. કલેકટર નિશા ચૌધરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદાર એમ. ડી. દવે, રાજકોટ ગ્રામ્ય મામલતદાર કિર્તીકુમાર મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application