રાજકોટની મેટોડા GIDCમાં આવેલા ગોપાલ નમકીનના યુનિટમાં ગઈકાલે બપોરે આગ લાગી હતી જેના પર રાત્રે કાબૂ મેળવાયો હતો. જો કે, જાનહાનિ થઈ નથી. ફેક્ટરીમાં પડેલો માલસામાન, મશીનરી બળી જતા અંદાજે 25 કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મેટોડા યુનિટમાં આગના કારણે મોટી નુકસાની થઈ હોય આ યુનિટ ફરી શરૂ થતા 6 થી 8 મહિનાનો સમય લાગે તેવી શક્યતા છે. જેના કારણે અહીં દરરોજનું જે સાડા ત્રણ લાખ કિલો ફરસાણનું પ્રોડકશન થતું હતું તે આજથી ઠપ્પ થઈ ગયું છે.
10 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી
ગઈકાલે બપોરે પેકિંગ મશીનમાં થયેલા શોટ સર્કીટના કારણે આગ લાગ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પાંચ માળનું આખું યુનિટ આગની ઝપેટમાં આવી જતા નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતાંની સાથે જ થોડીવારમાં મેજર કોલ જાહેર કરી રાજકોટથી 5, તેમજ મેટોડા, ગોંડલ અને શાપરથી 2-2, જામનગર-ધોરાજી, ઉપલેટાથી 1-1 એમ 15 જેટલા ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી અને લગભગ 2 લાખ લીટર પાણીનો મારો ચલાવી 9 થી 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
GST વિભાગની નોટિસ મળ્યાના બે દિવસ બાદ આગ લાગી
બે દિવસ પૂર્વે સેન્ટ્રલ જીએસટી દ્વારા ગોપાલ નમકિનને વર્ષ 2023-24ની રૂ.13,76,23,559ની ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી હોવાની વિગત બહાર આવી છે. આ નોટિસ માટે કંપનીના માલિકોને શનિવારે જવાબ રજૂ કરવા સીજીએસટી કચેરીના જોઈન્ટ કમિશને રૂબરૂ બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે..
આગના કારણે ગોપાલ સ્નેક્સના ભાવમાં કડાકો
આ આગની દુર્ઘટનાને પગલે ગોપાલ સ્નેક્સનો શેર 8 ટકા જેટલો તૂટી ગયો હતો. 12 ડિસેમ્બરના બપોરના 12.10 વાગ્યે શેરનો ભાવ 6.86 ટકા તથા 31 રૂપિયા તૂટીને 420એ પહોંચ્યો હતો. બાદમાં રિકવર થતો જોવા મળી રહ્યો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું કે, કંપનીએ આ દુર્ઘટના પર કાબૂ મેળવવા માટે જરૂરી પગલા લીધા છે. કોઈપણ કર્મચારીને કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઇજા થઈ નથી. ગોપાલ સ્નેક્સના સભ્યોને હંમેશા પ્રાથમિકતા આપી છે. રાજકોટ યુનિટની હાલની સ્થિતિને પગલે મોડાસા અને નાગપુરમાં પ્રોડક્શન વધારવામાં આવશે. આ ઉપરાંત કંપની જરૂર પડ્યે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ પણ કરાવે છે. કંપનીની સંપત્તિ ઇન્સ્યોર્ડ છે. તેમજ ઇન્સ્યોરન્સ કંપનીને પણ આ દુર્ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે. તેમજ આઈટી સિસ્ટમ્સમાં પણ કોઈ ડેટા લોસ થયો નથી. કંપની હાલ રાજકોટ ઓપરેશન વહેલી તકે શરૂ કરવા માટે પ્રયાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું, આલોચના વચ્ચે લેવાયો નિર્ણય
January 06, 2025 10:03 PMઅતુલ સુભાષની પત્નીને હાઈકોર્ટનો મોટો ઝટકો, FIR રદ કરવાની અરજી ફગાવી
January 06, 2025 08:46 PMરાજકોટ: ખોવાયેલો ફોન પરત કરવા માટે ₹1000 ની લાંચ લેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ ACB ના છટકામાં ઝડપાઈ
January 06, 2025 08:44 PMકાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં ઉપસરપંચ પર થયેલ હત્યાના પ્રયાસના કેસમાં ત્રણ આરોપીઓ જામીન મુકત
January 06, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech