નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું હતું. તેમણે ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી હતી. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દહીં ખવડાવીને તેમને શુભકામના પાઠવી હતી. આ પછી સીતારમણ ટેબ્લેટ લઈને સંસદ ભવન પહોંચ્યા હતા. સીતારમણે 11.01 મિનિટે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. 1 કલાક 17 મિનિટ (77 મિનિટ)ના બજેટ ભાષણ દરમિયાન તેમણે સવારે 11.24 વાગે, 11.27 વાગે, 11.44 વાગે, 11.56 વાગે અને 12.16 વાગે અમે 5 વખત પાણી પીધું હતું.
બજેટ ભાષણ શરૂ થતાં જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના સાંસદોએ વિરોધ શરૂ કર્યો હતો. તેમના સૂત્રોચ્ચાર વચ્ચે, નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું બજેટ ભાષણ શરૂ કર્યું. સ્પીકર ઓમ બિરલાએ અખિલેશને ઠપકો આપ્યો અને તેમને શાંત રહેવા કહ્યું હતું. જ્યારે સ્પીકર ઓમ બિરલાએ તેમને રોક્યા તો સપાના સાંસદો સહિત વિપક્ષના ઘણા સભ્યો વોકઆઉટ કરી ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણામંત્રીની દરેક મોટી જાહેરાત પર ટેબલ થપથપાવીને સ્વાગત કર્યું હતું. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધારવાની જાહેરાત હોય કે બિહારમાં મખાના બોર્ડની રચનાની વાત હોય પીએમ મોદીએ તમામ જાહેરાતો પર ટેબલ થપથપાવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણની સીટની પાછળ બેઠેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિપક્ષને ચીડવતા જોવા મળ્યા હતા. નાણામંત્રીના બજેટ ભાષણ દરમિયાન તેમણે વિપક્ષમાં બેઠેલા સાંસદોને ટેબલ થપથપાવીને તેમનું સ્વાગત કરવા ઈશારો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech