આખરે રાજકોટ એરપોર્ટ દ્વારા ઇન્ટરનેશનલ ફલાઇટની જાહેરાત કરવામાં આવી છે. આગામી ઓકટોબર મહિનાથી વિન્ટર શેડયુઅલમાં રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઉડાન ભરશે તેવી એરપોર્ટ ઓથોરિટીએ આજે સત્તાવાર જાહેરાત કરી છે.
બે દિવસ પૂર્વે એરપોર્ટ ઓથોરિટીએ રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ શ નહીં થાય તેવી જાહેરાત કયર્િ બાદ ઠેર ઠેરથી વિરોધના વંટોળ ઉભો થયો હતો. આ વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો છે. સ્થાનિક ઓથોરિટીની આ જાહેરાત બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ મામલાને હાથમાં લીધો હતો અને શા માટે આ જાહેરાત કરવામાં આવી હતી તે અંગે સિનિયર મેનેજમેન્ટની ઇન્કવાયરી પણ આવી હતી.
બે દિવસ પૂર્વે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બનેલું નવું ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે નાનુ પડે છે આથી નવું ટર્મિનલ બનાવવા માટે જમીન માટે દરખાસ્ત કરવામાં આવી છે. આવા એરપોર્ટ ડિરેકટરના નિવેદન બાદ લોકોમાં નારાજગી જોવા મળી હતી તો વેપારી સંસ્થાઓ અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. દરમિયાન અચાનક આજે ફરી ઓથોરિટીએ એવી જાહેરાત કરી છે કે, ઇન્ટરનેશનલ ફલાઇટ આગામી ઓકટોબર મહિનાથી ઉડાન ભરશે. વિન્ટર શેડયુઅલમાં આ ફલાઇટ શ થશે. એરપોર્ટ ઓથોરિટી ઇન્ટરનેશનલ ફલાઇટનું સંચાલન કરવા સક્ષમ છે. હાલમાં જે બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે તેમાં ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ બનશે અને ટૂંક સમયમાં શ કરવામાં આવશે. આ ટર્મિનલ બિલ્ડીંગમાં ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ એક સાથે ઓપરેટ થાય તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે. જેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ જ ટર્મિનલમાં ડોમેસ્ટીક ફલાઇટ સાથે ઇન્ટરનેશનલ ફલાઇટ ઓપરેટ થઇ શકશે. તાત્કાલીક ધોરણે ઇમિગ્રેશન અને કસ્ટમ સહિતની સુવિધા શરૂ થાય તે માટે આ દિશામાં કામગીરી શ થઇ જશે.
આખરે એવું શું બન્યું કે, બે દિવસના સમયમાં એરપોર્ટ ડિરેકટરે પોતાનું નિવેદન બદલાવવું પડયું અને તાત્કાલીક ધોરણે ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઉડાન ભરશે તેવી જાહેરાત કરી. આ બાબતે પણ એરપોર્ટના કર્મચારીઓ અને સામાન્ય પ્રજાજનોમાંથી પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.
ડાયરેકટરના નિવેદન બાદ દિલ્હીથી અધિકારીઓએ મામલો હાથમાં લીધો
એરપોર્ટ ડાયરેકટરે સત્તાવાર નિવેદન કર્યું હતું કે, રાજકોટ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ નહીં થઇ શકે, તેમની આ જાહેરાત બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. બધુ થાળે પાડવા માટે તાત્કાલીક ધોરણે દિલ્હી બેઠેલા વરિષ્ઠ અધિકારીઓએ મામલો હાથમાં લીધો અને બાગડોરને સંભાળી છે. સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે, ખૂદ ઓથોરિટીના ચેરમેને પુછપરછ શ કરી તાત્કાલીક ધોરણે કામગીરી પૂર્ણ કરવા માટે નિર્દેશ કર્યો છે અને ઓગસ્ટ મહિનામાં નવું ટર્મિનલ શ થઇ જાય તે માટે સુચના આપી છે.
એરપોર્ટ ઓથોરિટી ફલોર પ્લાન પણ જાહેર નથી કર્યો
એરપોર્ટ ઓથોરિટીએ વિન્ટર શેડયુઅલથી નવી આંતરરાષ્ટ્રીય ફલાઇટ ટેકઓફ થશે તેવી જાહેરાત કરી છે પરંતુ ફલોર પ્લાન શું છે તે અંગે કોઇ માહિતી આપી નથી. માત્ર સત્તાવાર જાહેરાત કરી ચારે તરફથી ઉઠેલા વિરોધને શાંત કરવા માટે સત્તાવાર નિવેદન આપી દીધુ હોય તેમ ફલોર પ્લાન શું છે તે બાબતે કોઇ જાણકારી નથી આપી. એક વર્ષ બાદ પણ ડોમેસ્ટિક ફલાઇટ માટેનું મુખ્ય ટર્મિનલ હજુ સુધી બની શકયું નથી તો ચાર મહિનામાં કસ્ટમ, ઇમિગ્રેશન, પેસેન્જર માટેની વિવિધ સુવિધાઓ શું ઓથોરિટી ઉભી કરી શકશે તે અંગે પણ હજુ અનેક અવઢવ સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech