દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ

  • January 08, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં કુલ ૬૯૦૦ નવા મતદારો : ૨૭૮૦ જેટલા મતદારોના નામ કમી 


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત તા.૦૬/૦૧/૨૦૨૫ ના મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૩૪ મતદાન મથકો પર બીએલઓ પાસે જઈ મોટી સંખ્યામાં લોકોએ મતદારયાદીમાં પોતાના નામ સરનામામાં ફેરફાર તેમજ નવયુવાન મતદારો પોતાના નામ ઉમેરવા કાર્યવાહી કરી હતી.


તા.૦૧-૦૧-૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૫ અંતર્ગત જિલ્લામાં થયેલ કામગીરીમાં જિલ્લાનો જેન્ડર રેસીઓ ૯૫૫ હતો જે આ ઝુંબેશમાં મહિલા મતદારોનું પ્રમાણ વધવાથી ૯૬૦ જેટલો નોંધપાત્ર વધારો થયેલ છે. તથા જિલ્લાનો ઈપી રેસીઓ ૬૯.૩૯ હતો જે આ ઝુંબેશમાં નોંધપાત્ર વધારો થઇ ને ૭૦.૦૪ જેટલો થયો છે. ઉપરાંત જિલ્લાનો AGE COHORT ૧૮-૧૯ વય જૂથ મતદારોનું પ્રમાણ ૦.૮૧ હતુ જે નવા યુવા મતદારો નામ નોંધણી થવાથી વધીને તેનું પ્રમાણ ૧.૨૧ જેટલુ થયું છે.



મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ દરમિયાન થયેલ તમામ ફેરફારો બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ વિધાનસભા મતદાર વિભાગમાં મતદારોની વિગતો જોઇએ તો, ૮૧-ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગમાં ૩૨૭ મતદાન મથકમાં ૧,૫૭,૩૧૦ પુરુષો, ૧,૫૨,૬૨૪ સ્ત્રીઓ તથા ૧૧ અન્ય મતદારો મળી કુલ ૩,૦૯,૯૪૫ તેમજ ૮૨-દ્વારકા વિધાનસભા મતદાર વિભાગમાં ૩૦૭ મતદાન મથકમાં ૧,૫૨,૭૮૮ પુરુષો, ૧,૪૫,૦૫૮ સ્ત્રીઓ તથા ૦૮ અન્ય મતદારો મળી કુલ ૨,૯૭,૮૫૪ સાથે જિલ્લામાં કુલ ૬૩૪ મતદાન મથકમાં ૩,૧૦,૦૯૮ પુરુષો, ૨,૯૭,૬૮૨ સ્ત્રીઓ તથા ૧૯ અન્ય મતદારો મળી કુલ ૬,૦૭,૭૯૯ મતદારો નોંધાયા છે.


ચૂંટણીપંચની સૂચનાનુસાર કલેક્ટર જી.ટી.પંડયાના માર્ગદર્શનમાં ટીમ દેવભૂમિ દ્વારકા દ્વારા કુલ ૧૮,૪૬૯ ફોર્મ મેળવવામાં આવેલા હતા. જેમાંથી ૧૭,૫૪૯ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં ૮૧-ખંભાળિયામાં ૩૬૭૧ મતદારો તથા ૮૨-દ્વારકામાં ૩૨૨૯ મતદારોના નામ ઉમેરવા માટે કુલ ફોર્મ ૬૯૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ૮૧-ખંભાળિયામાં ૧૨૬૦ અને ૮૨-દ્વારકામાં ૧૫૨૦ એમ કુલ ૨૭૮૦ ફોર્મ નામ કમી કરવામાં આવ્યા હતા. તેમજ ૮૧-ખંભાળિયામાં ૪૭૨૪ અને ૮૨-દ્વારકામાં ૩૧૪૬ એમ કુલ ૭૮૮૮ જેટલા મતદારોએ નામ-સરનામાંમાં સુધારા-વધારા કરેલ છે. આ કાર્યક્રમ દરમિયાન નવા નોંધાયેલા મતદારો તેમજ નામ સરનામામાં સુધારો-વધારા કરાયેલ મતદારોને ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડ આપવામાં આવશે. 


મતદારયાદી સુધારણા ઝુંબેશ અન્વયે મળેલ તમામ ફોર્મસના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ અને ચૂંટણી પંચ દ્વારા તા.૦૬ જાન્યુઆરી-૨૦૨૫ના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી હતી. જેમાં કુલ ૬૯૦૦ મતદારોનો ઉમેરો થયેલ અને ૨૭૮૦ મતદારો કમી થયેલ આમ, જિલ્લામાં કુલ ૪૧૨૦ મતદારોનો વધારો થયેલ છે. જેમાં ૮૧-ખંભાળિયામાં ૨૪૧૧ અને ૮૨-દ્વારકામાં ૧૭૦૯ મતદારોનો ઉમેરો થયેલ છે. 


અત્રેના જિલ્લામાં કુલ ૧૮૨ ઈએલસી કલબ, ૪૦૭ ચુનાવ પાઠશાળા, ૯૩ વોટર અવેરનેશ ફોરમ, ૧૨ કોલેજના ૧૭ કેમ્પસ એમ્બેસેડર મારફત સ્વીપ એકટીવીટી અંતર્ગત જિલ્લાની તમામ કોલેજમાં ૧૮-૧૯ વય-જૂથના યુવા વિધાર્થીઓ માટે મતદાર નોંધણીના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જિલ્લાના તમામ બીએલઓ, સુપરવાઈઝર, નાયબ મામલતદાર અને ૪ તાલુકા મામલતદાર, ૪ તાલુકા વિકાસ અધિકારી, ૨ પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની મતદારયાદી શાખાની ટીમ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદશન હેઠળ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. 


આ ઝુંબેશ દરમિયાન મતદારયાદીના રોલ ઓબ્ઝર્વર શ્રી રાહુલ ગુપ્તા (IAS) દ્વારા જિલ્લાના મતદારયાદી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીશ્રી સાથે બેઠક કરી જરૂરી માર્ગદર્શન આપેલ. ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મામલતદારશ્રી(ચૂંટણી) અને મતદારયાદી સ્ટાફ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળો પર આવેલ મતદાન મથકો પર મુલાકાત કરી જરૂરી માર્ગદશન આપેલ હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઇટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. આ ઉપરાંત સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરીને અરજી કરી શકશે. હાલ મતદારોને તેઓના મતદાર ઓળખપત્ર (EPIC) ની વહેંચણીની કામગીરી કરવામાં આવી રહી છે. મતદારોને પોસ્ટ દ્વારા EPIC તેમના ઘરે પહોંચાડવામાં આવશે. નવું નામ નોંધાવવા માટેની તથા સુધારા માટેની અરજી મંજૂર થયેથી e-EPIC પણ ડાઉનલોડ કરવાની સુવિધા પણ ભારતના ચૂંટણીપંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application