ગત દિવસોમાં આવેલ જસ્ટિસ હેમા કમિટીની રિપોર્ટથી યાં દેશ અને દુનિયામાં ઓળખ બનાવી ચૂકેલી મલયાલમ સિનેમા (મોલીવુડ)નું નરસી વાસ્તવિકતા સામે આવી છે, ત્યાં જ ઈન્ડસ્ટ્રીઝના કેટલાક મોટા અભિનેતા અને નિર્માતા–ડાયરેકટરો વિદ્ધ યૌન શોષણના આરોપોનો ધમધમાટ શ થયો છે. અત્યાર સુધીમાં ૧૭ અભિનેત્રિઓએ પોલીસમાં આ પ્રકારની ફરિયાદ નોંધાવી છે. ૧૯ ઓગસ્ટના સાર્વજનિક રિપોર્ટમાં મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની અંદર કાસ્ટિંગ કાઉચ અને પ્રભાવનો ઉપયોગ કરવાના કેટલાક ભાગ છે. રિપોર્ટ સોંપ્યા બાદ ઈન્ડસ્ટ્રીઝ પર જાણે ઈમરજન્સી લગાડવામાં આવી તો રાજય સરકારે તપાસ માટે એમઆઈટીની રચના કરી દીધી છે. ઈન્ડસ્ટ્રીના મોટા ચહેરાઓ રંજીત, એમ.મુકેશ અને જયસૂર્યા જેવા કેટલાક અભિનેતાઓ સુધીના રિપોર્ટની આગ પહોંચી ગઈ છે. યારે કેટલાક અત્યાર સુધી મૌન છે. બીજી તરફ ઈન્ડસ્ટ્રીઝમાં એવા પણ કેટલાક લોકો છે જે આ અનાચાર વિદ્ધ ખુલ્લીને સામે આવ્યા છે.
એક બંગાળી અભિનેત્રીએ ફિલ્મ નિર્માતા કેરલ ચલચિત્ર એકેડમીના પૂર્વ અધ્યક્ષ રંજીત પર ૨૦૦૯માં મલયાલમ ફિલ્મ બનાવતા દરમ્યાન યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. કેસ નોંધાયા બાદ તેમને રાજીનામું આપી દીધું. ત્યાં એક મલયાલમ અભિનેત્રી તરફથી એવા જ આરોપો બાદ અભિનેતા સિદ્ધિકીએ એસોશિએશન ઓફ મલયાલમ મુવી આર્ટિસ્ટસ (અમ્મા)ના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું. આ પ્રકારે એક અન્ય અભિનેત્રીએ ભાકપા (એમ) ધારાસભ્ય અને અભિનેતા એમ. મુકેશ, અભિમેતા અને નિર્માતા મનિયાનપિલ્લા રાજૂ, અભિનેતા અને અમ્માના પૂર્વ મહાસચિવ એડાવેલા બાબુ તથા અભિનેતા જયસૂર્યા સહિત એક પ્રોડકશન કંટ્રોલર વિદ્ધ શારિરીક અને મૌખિક દુવ્ર્યવહારનો આરોપ લગાવ્યો છે.
રિપોર્ટ આવ્યા બાદ ફિલ્મ ઉધોગમાં તોફાન આવી ગયું. અત્યાર સુધી ૧૭ મહિલાઓએ ઔપચારિક રીતે પોતાની સાથે થયેલ ગેર વર્તણૂકની ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટ બાદ અમ્માના અધ્યક્ષ મોહનલાલની આગેવાનીમાં પદાધિકારીઓએ રાજીનામું આપી દીધુ અને સંસ્થા ભગં કરી દીધી.
રાજય સરકાર પણ ઘેરાઈ, બનાવી એસઆઈટી
સામાજિક અને રાજકીય દબાવ બાદ રાય સરકારે રિપોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદની તપાસ કરવા અને કાર્યવાહી કરવા માટે એક ખાસ તપાસ કમિટી (એસઆઈટી)ની રચના કરી. રિપોર્ટના કેટલાક પાના રોકવા પર સરકારે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આરોપ છે કે, સરકાર કેટલાક આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, મુખ્યમંત્રી વિજયને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech