જામનગર, જૂનાગઢ સહિત અનેક યુનિવર્સિટીમાં એકાઉન્ટન્ટની ખાલી જગ્યા ભરી, સૌ.યુની.ને ઠેંગો

  • March 01, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના નાણા વિભાગ દ્રારા ગઈકાલે મોટી સાંજે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હસ્તકના હિસાબી સેવાની નાયબ નિયામક અને હિસાબી અધિકારી જેવા ઓફિસરોની મોટા પ્રમાણમાં બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા છે. આ હુકમના કારણે રાયની અનેક યુનિવર્સિટીઓને કાયમી એકાઉન્ટન્ટ મળી ગયા છે પરંતુ ગમે તે કારણોસર છેલ્લા ચાર વર્ષથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં એકાઉન્ટન્ટની જગ્યા ઇન્ચાર્જથી ચલાવવામાં આવે છે અને તે પરિસ્થિતિમાં આ નવા હત્પકમ પછી પણ કોઈ ફેરફાર થયો નથી.

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના એકાઉન્ટન્ટ ખેરને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં પ્રતિનિયુકિતના ધોરણે મોકલવામાં આવ્યા છે અને ત્યારથી છેલ્લા ચાર વર્ષથી આ જગ્યાનો હવાલો ટ્રેઝરી ઓફિસને આપવામાં આવ્યો હતો. થોડા સમય પહેલાં મહાનગરપાલિકાના એકાઉન્ટ ઓફિસરને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા અને અત્યારે જિલ્લા પંચાયતના એકાઉન્ટ ઓફિસર યુનિવર્સિટીના ઇન્ચાર્જ એકાઉન્ટ ઓફિસર તરીકેની જવાબદારી સંભાળે છે.

નવી શિક્ષણ નીતિ મુજબ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ થોડા સમય પહેલા એકિઝકયુટિવ કાઉન્સિલની રચના કરી હતી અને તેમાં એકાઉન્ટન્ટને બદલે ઓડિટર ની નિમણૂક કરવામાં આવી હતી. ભારે હોબાળો થતા આખરે ઓડિટરની નિમણૂક રદ કરવામાં આવી છે. પરંતુ એકાઉન્ટન્ટ અવેલેબલ ન હોવાથી આ જગ્યા ખાલી રાખવામાં આવી છે.

રાજય સરકારે ગઈકાલે મોડી સાંજે નાણા વિભાગના નાયબ નિયામક વર્ગ એક ના ત્રણ અધિકારીઓની બદલી કરી છે અને હિસાબી અધિકારી વર્ગ એકના નવ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ખાલી પડેલી મુખ્ય હિસાબી અધિકારીની જગ્યા પર જુનાગઢ મહાનગરપાલિકામાં ચીફ ઓડિટર તરીકે ફરજ બજાવતા ડોકટર કિર્તીબા લખધીરસિંહ વાઘેલાને પ્રમોશન આપીને મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે આવેલી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીમાં કંટ્રોલર ઓફ એકાઉન્ટસની ખાલી પડેલી જગ્યા પર ગાંધીનગરમાં સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકની કચેરીના સહાયક નિરીક્ષક શ્રીમતી ઉર્વશી જયેશ હિંડોચાને પ્રમોશન આપીને મૂકવામાં આવ્યા છે.

સરકાર હસ્તકની મેડિકલ કોલેજના સંચાલનની જવાબદારી ગુજરાત મેડિકલ એયુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીને સોપવામાં આવી છે. આ સંસ્થામાં એકાઉન્ટમાં ખાલી પડેલી જગ્યા પર ગાંધીનગર ખાતે પેન્શન અને પ્રોવિડન્ટ ફડં નિયામકની કચેરીમાં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવતા કેયુર ભરતભાઈ દોશીને પ્રમોશન સાથે મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં મુખ્ય હિસાબી અધિકારીની ખાલી પડેલી જગ્યા પર કચ્છ ભુજમાં જિલ્લા તિજોરી કચેરીમાં જિલ્લા તિજોરી અધિકારી તરીકેની જવાબદારી સંભાળતા મુસ્તાક નજદ્દીન બાદીને પ્રમોશન સાથે મૂકવામાં આવ્યા છે. અશોકભાઈ હળપતિની બદલી થવાથી આ જગ્યા ખાલી પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News