સરધાર સ્વામિનાયરણ મંદિર પાસેની જમીન બાબતે મારામારી: બેને ઇજા

  • February 20, 2025 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરધાર સ્વામિનારાયણ મંદિર પાસેની જગ્યાએ જેસીબીથી સફાઈ કામ કરતી વેળાએ અહીં જ રહેતા કાકા– ભત્રીજા મંદિરના સેવકને પાઇપ અને ઢીકાપાટુ વડે માર માર્યેા હતો તથા જેસીબીમાં તોડફોડ કરી હતી. બીજી તરફ આ યુવાનને મારમારવામાં આવ્યો હોય તેણે પોલીસ કંટ્રોલ મમાં જાણ કરી હોય પોલીસ અહીં આવી તેને સરધાર પોલીસ સ્ટેશનને લઈ જઈ પૂછપરછ કરતી હતી. તે સમયે ટોળાએ પોલીસ સ્ટેશન બહાર હલ્લાબોલ કરતા પોલીસે ચેક કરતા તેમાં બે શખસો નશાની હાલતમાં હોય પોલીસે તે બંને સામે ગુનો નોંધ્યો છે.બનાવને લઇ હાલ અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
મૂળ બગસરાના જૂની હડિયાદ ગામના વતની અને હાલ સરધારમાં રહી છૂટક મજૂરીના કામની સાથે સ્વામિનારાયણ મંદિરમાં સેવક તરીકે સેવા આપનાર મહિપત પુનાભાઈ બલદાણીયા (ઉ.વ ૨૬) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સરધારમાં રહેતા બીપીન મકવાણા અને નરેશ મકવાણાના નામ આપ્યા છે.
સેવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના તે તથા જીસીબી ડ્રાઇવર સુરેશભાઈ અહીં સરધારમાં સ્વામિનારાયણ મંદિર બાજુમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટની ખુલ્લી જગ્યામાં જેસીબીથી સફાઈ કામ કરાવતા હતા ત્યારે બીપીન મકવાણા અને તેનો ભત્રીજો નરેશ મકવાણા અહીં આવ્યા હતા. બીપીનના હાથમાં પાઇપ હોય તેનાથી જેસીબીમાં પાઇપના ગામ મારવા લાગ્યો હતો અને તેના કાચ ફોડી નાખ્યા હતા. બાદમાં યુવાન પાસે આવી કઈં કહ્યા વગર પાઇપ વડે તેના પર હત્પમલો કરી દીધો હતો તેમજ તેના ભત્રીજા નરેશે પણ ઢીકાપાટુનો માર માર્યેા હતો. દરમિયાન યુવાનના મિત્ર પ્રિતેશ રામાણી, શની રાબડીયા આવી જતા પ્રતિશે બીપીનના હાથમાંથી પાઇપ લઈ લીધો હતો છતાં યુવાન સાથે ઝપાઝપી કરી તેને ઢીકાપાટુનો માર મારતા હતા. દરમિયાન સ્વામિનારાયણ મંદિરના સંતો આવી જતા યુવાને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે. જેમાં આ બંને કાકા ભત્રીજાએ મળી અહીં મંદિર પાસે સફાઈ કરવા બાબતે જેસીબીમાં તોડફોડ કરી ૬૦,૦૦૦ નું નુકસાન કર્યા ઉપરાંત યુવાનને પાઇપ અને ટીકાપાટુનો માર માર્યેા હતો. જે અંગે આજીડેમ પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.
યારે આ જ પ્રકરણમાં બીપીન મકવાણાએ પોલીસ કંટ્રોલમમાં જાણ કરી હતી કે, સરધાર ગામમાં સ્વામિનારાયણ મંદિર પાછળ બોધ્ધ વિહારમાં તેઓની સાથે કોઈ ઝઘડો કરે છે. જેથી આજીડેમ પોલીસનો સ્ટાફ અહીં પહોંચ્યો હતો અને બીપીનને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, તેઓના કબજામાં બૌદ્ધ વિહારમાં સરધાર સ્વામિનારાયણના સ્વામીઓ અને ભકતો જેસીબી મશીન લઈ આવી ખાડા કરે છે. જેસીબી ચલાવવાની ના પાડતા ઝઘડો કરી મારમાર્યેા હતો. અહીં લોકોનું ટોળું એકત્ર થયું હોય જેથી આ બીપીન મકવાણાને તેની વિગતવાર વાત જણાવવા માટે સરધાર આઉટ પોસ્ટ ખાતે આવવા કહ્યું હતું અને અહીં ગયા બાદ તેની પૂછપરછ કરતા હતા તે સમયે ૧૦ થી ૧૨ શખસોનું ટોળું અહીં પોલીસ સ્ટેશન બહાર જોર જોરથી રાડો પાડવા લાગ્યા હતા. જેમાં બે શખસો પીધેલા હોવાની શંકા જતા બ્રેથ એનેલાઇઝરથી તેને ચેક કરતા આ બંને શખસોએ દા પીધો હોવાનું માલુમ પડું હતું. જેથી આ મામલે કોન્સ્ટેબલ કૃષ્ણવીરસિંહ ગોહિલની ફરિયાદ પરથી રસિક રાજાભાઈ મકવાણા અને નરેશ જગદીશભાઈ મકવાણા બંને વિદ્ધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application