ગાંધીગ્રામ સ્ટલિગ હોસ્પિટલ પાછળ ધરમનગર આવાસ કવાર્ટરમાં પ્રૌઢના ઘરના ડખામાં પડોશીએ કૂદી પડતા બંને પડોશીઓ મહિલાઓ સહિતનાએ માથાકૂટ કરતા છરી તલવારથી હત્પમલો કર્યેા હતો. જેમાં બે વ્યકિતને ઇજા થતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી પોલીસ મથકે લઇ જતા શખ્સે ફિનાઈલ પીવાનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ માં ખસેડાયો હતો. બનાવ અંગે બંને પક્ષની ફરિયાદના આધારે યુનિવર્સીટી પોલીસે કાર્યવાહી કરી છે.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ સ્ટલિગ હોસ્પિટલ પાછળ ધરમનગર આવાસ કવાર્ટર નં.૨૪૫માં રહેતાં ફાલ્ગુનીબેન ઉર્ફ નિધીબેન ઉત્સવભાઇ ટાકોદરા (ઉ.વ.૨૧)એ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પડોશમાં રહેતા બીનાબેન અને અનિધ્ધસિંહ વિધ્ધ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, હત્પં પતિ અને પરિવાર સાથે રહત્પ છું. અમારી સાથે મારા સસરા, જેઠ, દિયર પણ રહે છે. મારા પતિ સ્કૂલવેન ચલાવે છે. તા.૨૫ના સાંજે હત્પં ઘરે હહતી ત્યારે મારા જેઠ નયનભાઇ ઉપર મારા નણદં માનસીનો ફોન આવ્યો હતો કે ઉત્સવભાઇને આપણા બાજુવાળા અનિધ્ધસિંહ અને તેના પત્નિ બીનાબેન ગાળો આપે છે. આથી હત્પ,ં મારા સસરા મુકેશભાઇ, દિયર ભાર્ગવભાઇ, જેઠ નયનભાઇ બધા ત્યાં જતાં ઝઘડો ચાલુ હોઇ અમે છોડાવવા વચ્ચે પડતાં અનિધ્ધસિંહના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં છરી જોવા મળી હતી. બીનાબેને કહેલુ કે તમે તમારા ઘરમાં અંદરો અંદર ઝઘડા કરો છો તે અમને પસદં નથી કહી ગાળો દઇ મને ધોકાનો ઘા મારતા મોઢા ઉપર ઇજા થઇ હતી.
તેના પતિએ મારા પતિ ઉત્સવને કપાળના ભાગે આખં પાસે ઉંધી તલાવર મારી દીધી હતી. તેમજ સસરા મકુેશભાઇને પણ હાથના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. ઝઘડો થતાં મારા કાકાજી સહિતના બીજા રહેવાસીઓ ભેગા થઇ જતાં અમને છોડાવ્યા હતાં. મને, મારા પતિ અને સસરાને ઇજા થઇ હોઇ અમે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. હત્પમલો કરતા પતિની સ્કૂલવેનના કાચ ફોડી નાંખ્યા હતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે બીનાબેન અનિધ્ધસિંહ વાઘેલા (ઉ.વ.૩૫)નાએ નયનભાઇ, ભાર્ગવભાઇ, ઉત્સવભાઇ, નિધીબેન સામે ફરિયાદ નોંધાવી હતી. તેણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દિકરી રીવાબાનો જન્મદિવસ હોવાથી વસ્તુ લેવા બહાર ગઇ હતી.પરત ઘરે આવતાં ઘર બહાર ભીડ હોઇ દેકારો થતાં ત્યાં જોવા જતાં મારા પતિ અનિધ્ધસિંહ સાથે પડોશી નયનભાઇ, ઉત્સવભાઇ, ભાર્ગવભાઇ, નિધીબેન સહિતના ઝઘડો કરી કહેતા હતાં કે તમે કેમ અમારા વિધ્ધ અરજી કરો છો? હવે તમને જોઇ લેવા છે. એ પછી ભાર્ગવ તેના ભાઇ નયનને કહેવા લાગેલ કે, હવે અહિ પડયા છે તો એક બેને પતાવી દઇએ. એ પછી નિધીએ મારી પાસે આવી મારા વાળ પકડી ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરી હતી. નયને તલવારથી મારા પતિ અનિધ્ધસિંહ પર ઘા કર્યેા હતો પણ તેને લાગ્યો નહોતો. ટોળુ ભેગુ થઇ જતાં અમને છોડાવ્યા હતાં. બનાવ અંગે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ આવી ગઈ હતી અને બંને પક્ષના વ્યકિતઓને અટકાયત કરી લઇ ગયા હતા. ત્યાં અનિધ્ધસિંહએ ફિનાઈલ પીવાનો પ્રયાસ કકર્યેા હતો. આથી તેને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech