જામનગરમાં પહલગામના આતંકી હુમલાનો ઉગ્ર વિરોધ: લોકોમાં આક્રોશ

  • April 26, 2025 11:03 AM 

વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રઘ્ધાંજલિ સભા, સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા આતંકી હુમલાનો વિરોધ અને ભોગ બનેલાઓને શ્રઘ્ધાંજલિ: લાયન્સ ક્લબ દ્વારા મૌન રેલી: શહેરની જેમ જિલ્લામાં પણ આતંકી હુમલાનો વિરોધ યથાવત

કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા કાયરતાપૂર્વકના આંતકવાદી હુમલા સામે દેશભરની જેમ જામનગરમાં પણ લોકોમાં ઉગ્ર રોષ અને આક્રોશ જોવા મળી રહ્યા છે, દરરોજ આતંક સામે અવાજ ઉઠાવતા કાર્યક્રમો થઇ રહ્યા છે, ગઇકાલે પણ હુમલા ભોગ બનેલા નિર્દોષ લોકોને શ્રઘ્ધાંજલિ આપવાના કાર્યક્રમો જુદા જુદા સ્થળે યોજાયા હતા, તમામ લોકોએ એકી અવાજે આતંકી હુમલા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ભોગ બનેલાઓને શ્રઘ્ધાંજલિ આપવામાં આવી છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રઘ્ધાંજલિ સભા

જામનગર મહાનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદી દ્વારા હિન્દુ પયેટકોની અમાનવીય હત્યાને ધ્યાનમાં રાખી આ જધન્ય હત્યાકાંડના વિરોધમાં પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક આતંકવાદી ની નિંદા કરવાના હેતુથી હિન્દુ સમાજના સહયોગથી દેશભરમાં બલિદાન થયેલ હિન્દુ બધુંઓને શ્રધ્ધાંજલી અપેણ કરવા હેતુ સભાનું આયોજન કરાયું હતું.

જામનગર ના તમામ સંપ્રદાય પરમ પૂજ્ય સંતો તથા ધાર્મિક સંસ્થાઓ, વેપારી એસોસિયેશન, ડોક્ટર એસોસિયેશન, એડવોકેટ, હિન્દુ સમાજ જ્ઞાતિના આગેવાનો તેમજ માતૃશકિત દુગાવાહિની બજરંગદળ વિગેરેની ઉપસ્થિતમાં તા. ૨૫/૪/૨૦૨૫ શુક્રવારે સાંજે ૬ વાગ્યે વિનુ માંકડના પૂતળા, ક્રિકેટ બંગલા પાસે આતંકવાદી હુમલાના મૃતકોની પુણ્ય સ્મૃતિમાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ અને પ્રતિકાર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.  તેમ  વિજયભાઈ બાબરીયા (અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ જામનગર)ની યાદીમાં જણાવાયું છે.

સમસ્ત બ્રહ્મસેવા ટ્રસ્ટ દ્વારા આતંકી હુમલાનો વિરોધ-શ્રઘ્ધાંજલિ

જામનગર શહેરમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પહેલગામમાં હુમલા માં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં માટેનો એક કાર્યક્રમ ડી.કે.વી. સર્કલ પાસે યોજાયો હતો. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ જામનગર શહેરના અન્ય બ્રહ્મ સમાજના આગ્રણીઓ, ભાઈઓ, બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા મૌન રેલી-શ્રઘ્ધાંજલિ

પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ આધારિત હુમલો કરી ૨૮ પર્યટકોની ઘાતકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં પણ જુદી જુદી સંસ્થાઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે.

ત્યારે ગઈકાલે લાયન્સ ક્લબ ઇન્ટર નેશનલ દ્વારા જોગર્શ પાર્ક વિસ્તારમાં શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જોગર્શ પાર્ક વિસ્તારમાં મોન રેલી યોજવામાં આવી હતી. અને તમામ સભ્યોએ પોતાના મોબાઇલની લાઈટ જગાવી આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા છે. તે તમામના આત્માના શાંતિ માટે શ્રધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application