ગુજરાત સરકાર અને પ્રજા ઉત્સવ પ્રિય છે તેની સાબિતી આગામી વર્ષ દરમિયાન જાહેર કરવામાં આવેલા ઉત્સવના કેલેન્ડર પરથી મળી રહી છે ગુજરાત સરકાર એપ્રિલમાં મેળા મહોત્સવ કે ઉજવણી નહીં કરે પરંતુ બાકીના ૧૧ મહિના દરમિયાન ૪૨ ઉત્સવ માં જાહેર સરકારી કર્મચારીઓ ૧૫૬ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોના તામજામ મા રોકાયેલા રહેશે જાન્યુઆરી અને નવેમ્બરમાં સૌથી વધુ ૬– ૬ કાર્યક્રમનું આયોજન અત્યારથી કરી દેવાયુ છે. ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગએ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ૧૨મહિનામાં વિવિધ વિભાગો દ્રારા યોજવામાં આવનારા ૪૨મેળાઓ, મહોત્સવો અને પર્વ ઉજવણીને સંલ એક પરિપત્ર જાહેર કર્યેા છે. આ વાર્ષિક આયોજનને પગલે ૩૬૫ માંથી સરકારના અધિકારી–કર્મચારીઓ સહિતનું તત્રં ૧૫૬ દિવસ કામકાજથી અળગુ રહેશે તે અત્યારથી નક્કી થઈ ગયુ છે.આ ૪૨ કાર્યક્રમોમાં જાન્યુઆરીમાં પતગં મહોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત, કણા અભિયાન, ખેલ મહાકુંભ, પ્રજાસત્તાક દિવસ, ઉત્તરાર્ધ મહોત્સવ કુલ છ ઉજવણી થશે.
નવેમ્બરમાં પણ તાનારીરી, કૃષિ મહોત્સવ, શામાળાજીનો મેળા, ચિંતન શિબિર, રણોત્સવ, સંવિધાન દિવસ અને શાળા આરોગ્ય ચકાસણી એમ છ કાર્યક્રમોને સુચિત કરાયા છે.
વર્ષમાં સૌથી વધુ કાર્યક્રમો આ બંને મહિનાઓમાં થશે. યારે એપ્રિલમાં એક પણ ઉજવણી નથી. મે અને જુલાઈમા એક– એક કાર્યક્રમ યોજાશે. મોટાભાગના કાર્યક્રમો એક થી વધુ દિવસ માટે છે. તેનુ આયોજન યાં થશે ત્યાં સ્થાનિક વહિવટી તત્રં અને સંબંધિત વિભાગની નિયમિત કામગીરીને અસર થશે. ગધ્મઈકાલે પ્રસિધ્ધ પરીપત્રમાં વાર્ષિક કાર્યક્રમોની યાદી જાહેર થઈ છે.
વર્ષ ૨૦૨૫માં સરકારી કચેરીઓ પર્વ– તહેવારોની ૪૨ રજાને કારણે બધં રહેશે. તે સિવાય રવિવાર, બીજા તેમજ ચોથા શનિવાર, કેયુઅલ લીવની ગણતરી કરતા કુલ ૧૫૬ દિવસો થાય છે. જેમાં હક કે માંદગી રજાની ગણતરી થઈ નથી. આથી, સરકાર ૨૦૯ દિવસ માટે કચેરી કાર્યરત રાખશે તેમ મનાય છે. સરકારી કેલેન્ડર મુજબ ૪૩ દિવસ મેળા, મહોત્સવ વર્ષમાં ૫૨ રવિવારની રજા,બીજા અને ચોથા શનિવારની ૨૬ રજા ,પર્વ– તહેવારોની કુલ ૨૪ જાહેર રજા વર્ષભર મળવાપાત્ર ૧૨ હકક રજા મળવાથી ૩૬૫માંથી માત્ર ૨૦૯ સરકારી કામકાજના દિવસ મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનયારા એનર્જીએ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક
March 31, 2025 11:24 AMસલાયામાં રમઝાન ઇદની નમાઝ શાંતિપૂર્ણ રીતે સંપન્ન
March 31, 2025 11:21 AMધ્રોલમાં 33 દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ પગ પહેરાવવાનો કેમ્પ સંપન્ન
March 31, 2025 11:16 AMકલ્યાણપુરના અસામાજીક તત્ત્વો વિરૂધ્ધ ગેરકાયદે કબ્જો કરેલ મીલકત પર બુલડોઝર ફેરવતું તંત્ર
March 31, 2025 11:09 AMપ્રથમ નોરતે ચોટીલામાં ભકતોનાં ઘોડાપૂર એક લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાયા
March 31, 2025 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech