રોડ ઉપર રખડતા છોડી મુકાયેલા પશુઓને કારણે સર્જાતા અકસ્માતમાં અનેક માનવ જીવનનો ભોગ લેવાય છે ગત સાંજે સાયલા તાલુકાનાં હડળા ધાંધલપુરનાં રોડ ઉપર અચાનક પશુ આડું ઉતરતા એકિટવાનાં સર્જાયેલ અકસ્માતમાં એક મહિલા શિક્ષિકાનું કણ મરણ નિપજતા શિક્ષક સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સાયલાનાં સખપર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકા રેખાબેન પંચાલ ઉ. વ. ૪૧ મંગળવારનાં સ્કૂલ પત્યા પછી તેઓના એકિટવા પર પરત ચોટીલા ઘરે આવવા નિકળેલ હતા સાંજના આશરે સવા છ સાડા છ ના અરસામાં હડાળા – ધાંધલપુર રોડ ઉપર ઢેઢુકી ગામ ની સીમ સોલાર પ્લાન્ટ પાસે પહોંચતા રોડ ઉપર એક સાઇડમાંથી અચાનક પશુ આડું ઉતરતા રોડ ઉપર પટકાઇ પડતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા ઇજાગ્રસ્ત રેખાબેનને સ્થાનિકો બેભાન હાલતમાં ચોટીલા રેફરલ હોસ્પિટલ સારવાર માટે લઇ આવતા ફરજ પરનાં ડોકટરે મૃત પામેલ જાહેર કરેલ હતા. અકસ્માત અંગે જાણ થતા શિક્ષક સમાજનાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવેલા અને શિક્ષણ વિભાગે આશાસ્પદ શિક્ષિકા ગમુમાવ્યાનો શોક પ્રસરી ગયો હતો
માનવ જીવન માટે મોતનો ખતરો બનતા રખડતા પશુઓ માટે જવાબદાર કોણ?
રાજકોટ લીમડી નેશનલ હાઇવે અને ગ્રામ્ય ટને જોડતા સ્ટેટ હાઇવે ઉપર રખડુ પશુઓનો અડીંગો સવાર સાંજ જોવા મળે છે. આવા પશુઓને કારણે અકસ્માતોની દૂર્ઘટના સર્જાય છે. અનેક માનવ જીવન અકાળે મૃત્યું પામે છે.તેમજ મોટા વાહનની ઠોકરે અબોલ પશુઓ પણ મરણ પામતા હોય છે. ત્યારે આવા રખડતા પશુઓને કારણે સર્જાતી દુર્ઘટના અટકાવવાની તેમજ રોડ ઉપર પશુઓનો અડિંગો હટાવવાની અને માલિકી વગરનાં પશુઓ ડબ્બે પુરવાની જવાબદારી કોની? ખરેખર આવા પશુઓ માટે સરકાર દ્રારા નક્કર આયોજન હાથ ધરી માનવ જીવન અને અબોલ પશુઓનાં જીવનને ઉગારવા પ્રયાસ હાથ ધરવો જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં કોંગ્રેસ દ્વારા ગૃહપ્રધાન અમિત શાહના વિવાદિત નિવેદન મુદ્દે વિરોધ પ્રદર્શન
December 19, 2024 01:05 PMજામનગર નાગનાથ ગેટ નજીક કેવી રોડ પાસે આવેલ શેરીમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન
December 19, 2024 12:45 PMશાહિદ -કૃતિનો રોમાંસ કોકટેલ 2'માં ખીલશે
December 19, 2024 12:24 PMલાપતા લેડીઝના શૂટિંગ દરમ્યાન રવિ કિશને160 પાન ખાધાં
December 19, 2024 12:22 PMતબ્બુ છુપી રુસ્તમ નીકળી:હોલીવુડમાં ડંકો વગાડ્યો
December 19, 2024 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech