પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ મેળનાર અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફને લઈને પણ વિવાદ થયો હતો અને હવે તેના વિશે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મેડિકલ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અલ્જેરિયાની બોક્સર મહિલા નહીં પરંતુ પુરુષ છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઈમાન ખલીફાના શરીરના ઘણા ભાગો પુરુષોના છે.
ઈમાન ખલીફા મહિલા નથી પણ પુરુષ છે - મેડિકલ રિપોર્ટ
રિપોર્ટ અનુસાર, ઈમાન ખલીફામાં આંતરિક અંડકોષ અને XY ક્રોમોઝોમ છે, જે પુરુષોમાં જોવા મળે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમની અંદર રહેલી આ વસ્તુઓ 5-આલ્ફા રિડક્ટેઝ અપૂર્ણતા નામના ડિસઓર્ડર તરફ નિર્દેશ કરે છે. પેરિસ ઓલિમ્પિક દરમિયાન પણ તેની સામે લડતી ઘણી મહિલા બોક્સરોએ ઈમાન ખલીફાને પુરુષ હોવાનો ઈશારો કર્યો હતો.
ગયા વર્ષના અહેવાલોમાં પણ ઉઠાવવામાં આવ્યા હતો આ પ્રશ્નો
પેરિસની ક્રેમલિન-બિસેટ્રે હોસ્પિટલના નિષ્ણાતોએ પણ ગયા વર્ષે ઈમાન ખલીફાને લઈને પોતાના રિપોર્ટમાં ઘણા ખુલાસા કર્યા હતા. રિપોર્ટ અનુસાર ઈમાન ખલીફામાં આંતરિક અંડકોષનું અસ્તિત્વ અને ગર્ભાશયનો અભાવ જેવી જૈવિક વિશેષતાઓ છે. રેડક્સ અહેવાલ આપે છે કે એમઆરઆઈએ પણ ઈમાન ખલીફામાં માઇક્રોપેનિસની હાજરી જાહેર કરી છે.
ઈમાન ખલીફા સામે હવે શું પગલાં લેવાશે?
હવે જો આ મેડિકલ રિપોર્ટ સાચા હોય તો મામલો ગંભીર છે. ત્યારે ઈમાન ખલીફા સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રસપ્રદ રહેશે. આ પહેલીવાર નથી કે જ્યારે ઈમાન ખલીફાના લિંગને લઈને સવાલો ઉભા થયા હોય. પેરિસ ઓલિમ્પિકથી આવું થઈ રહ્યું છે. આ પહેલા ગયા વર્ષે જ્યારે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે તેને ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.
હાલમાં, લિંગ પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નને લઈને ઈમાન ખલીફે તરફથી કોઈ નવીનતમ નિવેદન નથી. પરંતુ અગાઉ તેણે પોતાને અન્ય મહિલાની જેમ ગણાવ્યો હતો. જ્યારે મેડિકલ રિપોર્ટ બહાર આવ્યો છે તે તેમના નિવેદનથી બિલકુલ વિપરીત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં યુનિયન સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ
December 23, 2024 11:54 AM૨૦૨૫માં આઈપીઓ દ્રારા ૭૫ કંપનીઓ ૨.૫૦ લાખ કરોડ રૂપિયા એકત્ર કરશે
December 23, 2024 11:52 AMખંભાળિયા નજીકના ટોલ પ્લાઝામાં નુકસાની કરવા સબબ ટ્રક ચાલક સામે ગુનો
December 23, 2024 11:51 AMસંભલમાં મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળ્યા, હવે લઈને જ રહીશું: રામભદ્રાચાર્ય
December 23, 2024 11:50 AMખંભાળિયા નગરપાલિકાના પેન્શનરો લાંબા સમયથી પેન્શન મળ્યું નથી...
December 23, 2024 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech