રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે. શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે રહેતા મૂળ હરિયાણાના રેવાડી જિલ્લાના વતની અને દેશી દવા વેચવાનું કામ કરનાર યુવાનને તેના સાવકા પુત્રે માથામાં બોથડ પદાર્થના ઘા ફટકારી હત્યા નીપજાવી હતી. બાઈક લઈ દેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ વાત હત્યા સુધી પહોંચી હતી. બનાવને એટલે યુવાનની પત્નીની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટમાં કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે ઝૂંપડામાં રહેતા કમલેશબેન રાજેશભાઈ રાજપુત (ઉ.વ ૪૦) નામની મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ રાજકોટમાં રહેતા મૂળ હરિયાણાના રેવાડી જિલ્લાના ધાહેડા ગામના વતની પોતાના પુત્ર જોગિન્દર કિશન રામસુપ સામે પતિ રાજેશકુમારપાલ રાજપૂત (ઉ.વ ૪૧) ની હત્યા કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે.
કમલેશબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મૂળ રેવાડી જિલ્લાના ધાહેડાના વતની છે. તેના પ્રથમ લ ૨૨ વર્ષ પૂર્વે કિશન સાથે થયા હતા જેના થકી સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. જેમાં જોગિન્દર વચેટ છે. આજથી પાંચ વર્ષ પૂર્વે સગામાં થતા એવા રાજેશ સાથે પ્રેમ સંબધં થતાં બંને રાજકોટ રહેવા આવી ગયા હતા આ તેના ત્રીજા લ હતા. રાજેશ થકી કોઈ સંતાન નથી. રાજેશની આગલી પત્ની અને બાળકો વડોદરા રહે છે. જોગીંદર છેલ્લા દસ–બાર દિવસથી તેની પત્ની યોતિ તથા પુત્ર સાથે રાજકોટ રહેવા આવ્યો હોય અને તે રાજકોટ કણકોટ પાટીયા પાસે ઝૂંપડામાં રહે છે.
તારીખ ૧૮૧૧ ના સાંજના ફરિયાદી તેના પતિ રાજેશ અને જોગીન્દર તથા તેની પત્ની જયોતી અહીં ઘરે જમવા આવ્યા હતા. જમીને જોગીન્દર તથા રાજેશ પરિચિત એવા ખીમજી કટારીયા સાથે અહીં બેઠા હતા. ત્યારે ફરિયાદી પોતાના કામમાં વ્યસ્ત હોય દરમિયાન રાત્રિના નવેક વાગ્યા આસપાસ પતિ રાજેશ અને પુત્ર જોગિન્દર વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હોય જેથી ફરિયાદી બહાર આવી કહ્યું હતું કે, જોગિન્દર બાઇક લઈ દેવાનું કહી ઝઘડો કરતો હતો. જેથી કમલેશબેને પતિ અને પુત્ર બંનેને સમજાવ્યા હતા અને પરત ઝૂંપડામાં ચાલ્યા ગયા હતા. તેવામાં થોડીવાર બાદ રાજેશ બૂમ પાડીને બોલાવતા તેઓ બહાર જતા રાજેશને માથામાંથી લોહી નીકળતું હોય જેથી આ બાબતે પૂછતા કહ્યું હતું કે, જોગીન્દર મને માથામાં બોથળ પદાર્થનો ઘા ફટકાર્યેા છે. અહીં જોતાં જોગીન્દર તથા તેની પત્ની જતા રહ્યા હતા ત્યારબાદ રાજેશને ૧૦૮ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગઇ તા. ૧૯૧૧ ના બપોરના સમયે તેને મૃત જાહેર કર્યેા હતો. બાદમાં આ બાબતે કમલેશબેને તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર જોગિન્દર વિદ્ધ પતિની હત્યા કરવા અંગે આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ. હરીપરાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી આરોપી જોગિન્દરને સકંજમાં લઇ લીધો હોવાનુ જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો
January 10, 2025 10:58 PMBZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે ખુશીના સમાચાર: આટલા દિવસમાં નાણાં પરત કરવાની પ્રક્રિયા થશે શરૂ
January 10, 2025 10:31 PMરાજકોટ: કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
January 10, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech