ઘર છોડીને જતાં રહો કહી સસરાનો પુત્રવધૂ પર દાતરડા વડે કર્યો હુમલો

  • February 08, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરના જેતલસરમાં પુત્રવધુને ઘર છોડી જતા રહેવાનું કહી સસરાએ તેના પર દાતરડા વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં પુત્રવધુને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી તેના સસરા સામે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જેતલસરમાં ડેડરવા રોડ પર ગાયત્રીનગરમાં રહેતી રેખાબેન રાકેશભાઇ ગોહેલ (ઉ.વ 36) દ્વારા જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના સસરા નીતિન નાથાભાઇ ગોહેલનું નામ આપ્યું છે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઘરે રહી સાડીમાં ડાયમંડ ચોડવાનું કામ કરે છે જયારે તેના પતિ સાડીના કારખાનામાં મજુરી કામ કરે છે.સંતાનમાં એક પુત્ર છે.સાસુનું આઠ વર્ષ પૂર્વે અવસાન થયું છે ત્યારથી સસરા નીતિનભાઇ સાથે રહે છે.


પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે,ગઇકાલે તે સવારે ઘરે હતી.પતિ કામ પર ગયો હતો અને પુત્ર સ્કૂલે ગયો હતો દરમિયાન સસરા નિતીનભાઇએ ચાનું કહ્યું હતું જેથી તેમને ચા બનાવી આપી હતી.બાદમાં તેના રૂમમાં સફાઇ કરવા માટે જતા સસરાએ કહ્યું હતું કે,આ મકાન મારૂ છે તમે બંને ઘર છોડીને જતા રહો જેથી પરિણીતાએ કહ્યું હતું કે, મારા પતિ આવે પછી વાત કરીશ આ સાંભળી સસરાએ ઉશ્કેરાઇ જઇ તેમની પાસે રહેલા દાતરડા વડે હમલો કરી દીધો હતો.જેમાં પરિણીતાને આંગળીના ભાગે તથા ગળાના ભાગે ઇજા પહોંચી હતી.દરમિયાન આસપાસના લોકો આવી જતા તેને વધુ મારમાંથી બચાવી હતી.બાદમાં પરિણીતાએ તેના ભાઇને જાણ કરી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બાદમાં તેણે સસરા નિતીન ગોહેલ સામે આ ફરિયાદ નોંધાવી હતી.
જયારે અન્ય એક બનાવમાં ગોંડલના ભગવતપરમાં રહેતો અને શેરબજારનું કામ કરનાર વિક્રમ ઉર્ફે વિક્કી વિજયભાઇ મકવાણા(ઉ.વ 23) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુંદાળા ગામે રહેતા વિજય મકવાણા અને તેના પુત્ર મોહિતનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ત તેના મિત્ર સાથે ગુંદાળા ગામે કાકા જીતુભાઇ મકવાણાને મળવા ગયો હતો.દરમિયાન બંને આરોપી તેની સાથે ઝઘડો કરતા હોય જેથી યુવાન કાકાને બચાવવા વચ્ચે પડતા તેમના પર આ પિતા-પુત્રએ હુમલો કરી ઢીકાપાટુ તથા ચપ્પુ મારી દેતા યુવાનને આંખના ભાગે ઇજા પહોંચી હતી.જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News